________________
મંગલાચરણ
જા
સાંભળ્યા પછી હવે એ ભ્રમણ ભાગી જવી જોઈએ કે ન્યાયથી વ્યાપાર કરવા જઈએ તો ધંધો ભાંગી પડે ! પ્રમાણિકતાથી વ્યાપાર કરનારાઓનો વ્યાપાર તો કેટલીકવાર એવો જામે છે કે, લોકોને વિશ્વાસ બેસી જવાથી લોકો મોટે ભાગે ત્યાંથી જ માલ ખરીદતા થઈ જાય છે. વ્યાપારની લાઈનમાં વિશ્વાસ એજ મોટી ચીજ છે. ખોટું બે દિવસ ચાલે છે. અંતે ગ્રાહકોને અવિશ્વાસ એવો થઈ જાય છે કે, તેવા વ્યાપારીઓને કેટલીકવાર બજારમાંથી ઉચાળા ભરવાનો વખત આવી પહોંચે છે. અનીતિ, અન્યાય, વિશ્વાસઘાત એ બધાં લોક વિરૂદ્ધ કાર્યો છે. તેવાં કાર્યો કરનારા આ લોકમાં વધ, બંધન અને અપકીર્તિ પામે છે, અને પરલોકમાં દુર્ગતિના અધિકારી બને છે. મહાપુરૂષોએ સ્પષ્ટ વિધાનો કર્યા છે કે :
सर्वत्र शुचयो धीराः, स्वकर्मबल गर्विता । कुकर्म निहतात्मानः, पापा सर्वत्र शंङ्किताः ।।
પોતાના સત્કર્મના બળથી દ્રઢ મનોબળવાળા ધીર પુરૂષો સર્વત્ર નિઃશંક મનવાળા હોય છે. જ્યારે કુકર્મોથી પોતાના આત્માને મલીન કરનારા અને પોતાની તાકતને હણું નાખનારા પાપી મનુષ્યો સર્વત્ર શંકિત મનવાળા હોય છે. તેવા મનુષ્યોનું મન શંકાકુશંકાથી ઘેરાએલું જ રહે છે. કારણ કે પાપ એ એટલી બધી ભયંકર ચીજ છે કે, અંદરથી તે મનુષ્યોનાં કાળજાને કોરી નાંખે છે. તેવા મનુષ્યો કયાંય કરીને ઠામ થઈ શકતા નથી. અરે ! હું કયાંક પકડાઈ જઈશ, તો મારી પર આરોપ એટલા બધા છે કે, સરકાર મને જેલમાં