________________
૪૨
મંગલાચરણ
બેસાડી દેશે ! અરર મારું બધું જપ્ત થઈ જશે તો ? આવા વિકલ્પોથી તેવા મનુષ્યોનું મન ઘેરાઈ જાય છે અને નિઃશંકપણે તેઓ કોઈ પ્રવૃત્તિ કરી શક્તા નથી. જ્યારે દુષ્કર્મોથી દૂર રહેનારા અને સકર્મનાં બળ વડે દૃઢ મનોબળ વાળા મનુષ્યો નિઃશંકપણે પોતાની દરેક પ્રવૃતિ કરતા હોય છે. પોતાનું જ મનોબળ તૂટી જાય તેવી ખોટી પ્રવૃત્તિ મનુષ્યોએ જીવનમાં કદાપિ ન કરવી.
પ્રાપ્તિની અંતે સમાપ્તિ पापेनवार्थरागान्ध, फलमाप्नोति यत् क्वचित् । बडिशामिषवत्ततः, मविनाश्यन जीर्यति ॥
અર્થમાં રાગાંધ બનેલો મનુષ્ય કયારેક પાપ કરીને પાપને રસ્તેથી પણ બે પૈસા મેળવી લે છે, છતાં પરિણામે તે પાપના ઉદયે તેનો નિશ્ચિત વિનાશ થાય છે. જેમ લોઢાના કાંટામાં ભરાવેલા માંસના ટુકડાના પ્રલોભનથી મત્સ્ય તેને મોઢામાં લે છે, પણ તે લોઢાના કાંટાથી તેના તાળવાનો ભાગ વિંધાઈ જતાં તે મત્સ્ય વિનાશને પામે છે. તેવી રીતે માનવી પાપાનુબંધી પુણ્યના પ્રભાવે પાપ કરી કરીને ધન ઘરમાં ભેગું કરે છે, પણ અંતે કરેલાં પાપ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેમાંથી એવી તો પ્રચંડ વાલા ઊઠે છે કે, તેમાં પોતાનેજ હોમાઈ જવું પડે છે. માટે પાપને રસ્તેથી કદાચ બે પૈસા પ્રાપ્ત થતા દેખાય, પણ તેમાં જરાએ પોમાવવા જેવું નથી. દદ કુપથ્ય કરે એટલે થોડો સ્વાદ તો આવે,