________________
૪૦
મંગલાચરણ
અને પરિગ્રહ પાંચમું વર્ષ સ્થાનક છે જ. એક તો પરિગ્રહ જ પાપ છે. અને તેની પાછળ અનીતિ અન્યાય વગેરે બીજાં પાપ સેવવાં એટલે એ તો વિષને વધારવા જેવું થયું. બાવળના કાષ્ઠમાંથી પ્રગટેલો અગ્નિ જેમ બાળનારો છે, તેમ ચંદનના કાષ્ઠમાંથી પ્રગટેલો અગ્નિ પણ બાળનારો છે જ. તેવી રીતે નીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યનો પણ જે સન્માર્ગે વ્યય ન કરવામાં આવે અને કેવલ પોતાના ભોગપભોગના માગે જ ખર્ચવામાં આવે તો તેવું દ્રવ્ય પણ જીવ માટે અનર્થનું કારણ બને છે, જિન મંદિરાદિ સાત સુક્ષેત્રોને માગે જે વ્યય કરવામાં આવે, તો સંપત્તિના વાસ્તવિક ફળને ગૃહસ્થ મેળવી શકે છે. જિન મંદિરાદિ ધર્મસ્થાનો પણ નીતિના દ્રવ્યથી નિર્માણ કરવા જોઈએ, તો જ તેવા પવિત્ર સ્થાનોમાં જનારની ઉત્તરોત્તર ભાવશુદ્ધિ થતી રહે. તેવા ઉચ્ચ કોટીના ભાવો અનીતિના દ્રવ્યથી નિર્માણ કરેલા ધર્મસ્થાનોમાં પ્રગટી શકતા નથી. શાસ્ત્રકાર મહાપુરૂષોએ પણ સ્પષ્ટ વિધાનો કરેલાં છે કે, જિન મંદિરાદિ નિર્માણ કરવાના કાર્યોમાં ગૃહસ્થ પોતાના ન્યાયયુક્ત દ્રવ્યનો ઉપયોગ કરે. અર્થ પ્રાપ્તિના જેટલા ઉપાયો તેમાં
ન્યાય એજ શ્રેષ્ઠ ઉપાય - શાસ્ત્રકારો આગળ વધીને ત્યાં સુધી ફરમાવે છે કે, ન્યાય એજ ધન ઉપાર્જન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. નીતિ, ન્યાય અને સત્યને માર્ગે ચાલવાથી અથર્જનમાં અંતરાય રૂપ એવા લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થાય છે. આ વ્યાખ્યા