________________
પ૪
મંગલાચરણ
પ્રતિષ્ઠાનું ધ્યેય રાખીને શુભ ક્રિયાઓ પણ કરતો હોય, તો તે જરૂર શુભ વિકાર છે. બાકી મોક્ષના ધ્યેયપૂર્વક શુભ અનુષ્ઠાન કરતો હોય તેવા અનુષ્ઠાનને તો શાસ્ત્રોમાં. અમૃતાનુષ્ઠાનની સંજ્ઞા અપાયેલી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ. પણ આત્મસિદ્ધિમાં લખેલું છે કે :
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નોય ! નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય છે મલીન વ્યવહારીને નિશ્ચયનો રંગ ચડે નહીં
નિશ્ચયથી આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે સચ્ચિદાનંદ છે, અજરામર જ્યોતિ સ્વરૂપ છે. નિશ્ચયથી બધા જીવો સિદ્ધ સમાન છે. આવી નિશ્ચયની વાણી સાંભળીને સાધન (વ્યવહાર) ત્યજી દેવાના હોતા નથી. પણ નિશ્ચયનું લક્ષ રાખીને સાધન કરવાના હોય છે. તેનાથી જ આત્મા પરંપરાએ નિશ્ચયને પામે. છે. મલીન વસ્ત્રને જેમ કુમકુમનો રંગ ચડે જ નહીં, તેમ મલીન વ્યવહારીને નિશ્ચયધર્મનો રંગ ચડે જ નહીં, જે સરોવરને પાર કરી શક્યો નથી તે સમુદ્રને શું પાર કરશે ? તેમ જે સત્સંગ, સ્વાધ્યાય, વ્રત પચ્ચકખાણરૂપ સદ્વ્યવહારને આચરી શક્તો નથી, તે સ્વરૂપમતારૂપી નિશ્ચયને શું આચરી શકશે. અને આપણે પહેલાં જ કહી. ગયા કે, શુદ્ધ નિશ્ચયધર્મ તો ચૌદમા અયોગી ગુણઠાણના શૈલેશીકરણના ચરમ સમયે હોય છે. તે ભૂમિકાએ એકદમ પહોંચી જવું એ શું બચ્ચાના ખેલ છે ? તે ભૂમિકાએ પહોંચવા પૂર્વતૈયારી કેટલી કરવી પડે !