________________
મંગલાચરણ
જ્યાં ગુણ ત્યાં જ શિર ઝૂકે. કોઈ પ્રતિ પક્ષપાત નહીં. જ્યાં પક્ષપાતની જ વાત હોય ત્યાં પરમેશ્વર હૃદયમાં વસે શી રીતે ? તેમાં આ કાળમાં તો નિષ્પક્ષ દૃષ્ટિવાળા કોઈ વિરલા જેવામાં આવે છે. નિષ્પક્ષ દૃષ્ટિવાળા મનુષ્યો જ અવિનાશી આત્માના ઘરની વાત સમજીને પરંપરાએ અવિનાશી પદને પામી શકે છે.