________________
૧૯૮
મંગલાચરણ
હાંસી પાત્ર ઠરે, એટલું જ નહીં કેટલીકવાર નિંદા પાત્ર બને છે. ઘરમાં અઢળક ધન હોય અને મલીન વેષ પહેરીને બહાર નીકળે એટલે લોકો તરત બોલવાના છે કે આ કેવો કંજુસ છે ! આના દેદાર તો જુઓ ! પોતે સંપત્તિનો ઉપભોગ કરતો નથી અને સન્માર્ગે પણ વ્યય કરતો નથી. ખાતો નથી ને કોઈને ખાવા દેતો નથી. અત્યંત કૃપણ વૃત્તિના મનુષ્યો ધર્મધ્યાન માટે અધિકારી બનતા નથી. જેનો વેષ પ્રસન્ન હોય તે પુરૂષ મંગલમૂર્તિ કહેવાય અને માંગલ્યથી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. કોઈ મહાપુરૂષે લખ્યું છે કે :
श्रीमंगलात्प्रभवति, प्रागल्भ्याच्च प्रवर्द्धते । दाक्ष्यातु कुरुते मूलं, संयमात्प्रतितिष्ठति ।।
લક્ષમી માંગલ્યથી ઉત્પન્ન થાય છે અને ચાતુર્યથી વૃદ્ધિ પામે છે, કુશળતાથી મૂળ ઉંડા નાખે છે અને સંયમથી પ્રતિષ્ઠા પામે છે. માટે વેષમાં ઉભટતા પણ ન જોઈએ અને મલીનતા પણ ન જોઈએ પૂજા સામાયિક વગેરેનાં ધાર્મિક ઉપકરણ શુદ્ધ હોવા જોઈએ. મલીન વેષે પૂજા નહીં કરવી જોઈએ. કયારેક આશાતનાનું કારણ બની જાય. અત્યંત શુદ્ધ વસ્ત્રો પરિધાન કરીને પૂજા કરવી જોઈએ. શુદ્ધ ઉપકરણો ભાવશુદ્ધિમાં પણ કારણ બને છે. કેટલાક મંદિરમાં રાખેલાં ઉપકરણ પરિધાન કરીને પૂજા કરતા હોય છે. તેમાં શુદ્ધિ કયાંથી જળવાય ? અષ્ટપ્રકારી પૂજાનાં ઊંચામાં ઊંચા દ્રવ્યો ઘરમાં વસાવીને પૂજા કરવામાં આવે તો મનની પ્રસન્નતા