________________
રિપ૬
મંગલાચર
નથી. પાપીમાં પાપી જીવ પણ પાણી વિના તરફડતો હોય તો તેને પાણી પાવાનું ગૃહસ્થનું કર્તવ્ય થઈ પડે છે. મારા પાણી પાવાથી આ જીવતો થઈ જશે અને -ફરી પાપ આચરશે તો તે પાપના ભાગી મારે બનવું પડદો, આવી વિચારણા કરનારાએ જૈનધર્મનું ઉપર ઉપરનું જ્ઞાન મેળવ્યું હશે, પણ તે જૈનધર્મના રહસ્યને પામ્યો નથી, પાણી પાનારની બુદ્ધિ તો જીવને બચાવવાની છે. તે માણસ જીવતો થઈને પાપ આચરે તેવી બુદ્ધિ તે તેની છે જ નહીં, તો પછી તે જે પાપ આચરશે તેનો ભાગી પાણી પાનાર શી રીતે બનશે ? જીવ બચાવવામાં ધર્મ નથી તે તો એક પ્રકારનો વ્યવહાર છે! આવી પ્રરૂપણું કરનારાઓએ તો જૈનધર્મના દયાધર્મનો જ લોપ કરી નાખ્યો.
હાથીના ભાવમાં મેઘકુમારના જીવે એક સસલાને બચાવીને અનુકંપાના પરિણામના યોગે પોતાનો સંસાર પરિત્ત કરી નાખ્યો જેની સાક્ષી જ્ઞાતાસૂત્ર પૂરે છે. જીવોપરની અનુકંપાના લીધે તેમનાથ ભગવાન તોરણથી પોતાના રથને પાછો ફેરવી ગયા ! શું આ બધા દૃષ્ટાંતો દ્રવ્યદયાની પુષ્ટિને કરતા નથી ?
ધર્મનું મૂળ દયા છે માટે અવશ્યમેવ દયાધર્મનું પાલન કરવું. જેવો આપણે આત્મા છે તેવો જ બીજાનો છે. પોતાના પ્રાણ પોતાને પ્રિય હોય છે તેમ પ્રાણીમાત્રને પોતાના પ્રાણ પ્રિય છે, એમ સમજીને સ્વપ્રાણોની જેમ અન્ય જીવોના