________________
મંગલાચરણ
૧૯૧
આવકને અનુસાર વ્યય
ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થને ધાર્મિક અને વ્યાવહારિક કાર્યોમાં ધનનો વ્યય કરવો પડે છે. પણ તે વ્યય કઈ રીતે કરવો તે અંગે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કેઃ
व्यवमायोचितं कुर्वन् वेषंवित्तानुसारतः।
ગૃહસ્થ પોતાની આવકને અનુસાર વ્યય કરે, અને વિત્તને અનુસાર શરીરપર વેષ ધારણ કરે. માર્ગાનુસારીના બારમા અને તેરમા ગુણની વ્યાખ્યા આ અડધા લોકમાં સળંગ આપી દીધી છે.
સન્માર્ગે વ્યય કરવાનો ઉપદેશ દેવાય પણ
ઘર વેચીને તીર્થ કરવાનું ન કહેવાય - પોતે સંપત્તિનો જે ભોગવટો કરે, આશ્રિતોના ભરણ પોષણમાં જે ખર્ચ થાય, દેવપૂજા અતિથિ સત્કાર વગેરે કાર્યોમાં જે દ્રવ્યનો ખર્ચ થાય તે વ્યય કહેવાય. તે તે કાર્યોમાં ગૃહસ્થને ધનનો વ્યય કરવો પડે છે પણ વ્યય કરવામાં ગૃહસ્થને પોતાની આવકનો પણ હિસાબ લગાવવાનો રહે. પોતાને ખેતીનો વ્યવસાય હોય, અથવા પોતે વ્યાપાર કરતો હોય, વ્યાજ વગેરેની જે કાંઈ પોતાને આમદાની હોય તેને આવક કહેવાય. તેનો હિસાબ રાખીને ગૃહસ્થ જે વ્યય કરે તો તેને અને તેને કુટુમ્બને વખત આવે સિવું ન પડે. તીર્થયાત્રાદિ