________________
૨૩૪
મંગલાચરણ
કાર્યારંભ કરે એટલે શરીરસંપત્તિ અને ધનસંપત્તિ બનેનો નાશ થાય છે. એટલા માટે આપણામાં તપ, જપ, દાન, પુણ્ય, શક્તિ અનુસાર કરવાનું કહ્યું છે. તપ અંગે તો ત્યા સુધી શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે :
तदेव हि तपः कार्य, दुनिं यत्रनो भवेत् । ये न योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणिच ॥
તપ ત્યાં સુધી અને તેવી રીતે કરવું કે જ્યાં સુધીમાં દુષ્યન ન થઈ જાય. મન, વચન અને શરીરરૂપી યોગો હણાઈ ન જાય અને ઇન્દ્રિયોની શક્તિ તદ્દન ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી જ તપ કરવાનું છે. કારણ કે ઈન્દ્રિયો અને યોગોથી કામ લેવાનું છે, તે જ તદ્દન હણાઈ જાય પછી તો એવું થાય કે એકલું તપ રહી જાય અને બાકીના સામાયિક પ્રતિકમણ પડિલેહણાદિ બધા યુવયોગો એક બાજુ પર જ રહી જાય. પોતાની શક્તિ અનુસાર જરૂર તપ કરવું પણ તપ એવી રીતે કરવું કે બાકીની ક્રિયાઓ પણ ઉલ્લાસથી થઈ શકે.
દુષ્કર તપ કરવા જાય અને આ ધ્યાન થઈ જાય અથવા રાત્રે તારા ગણવા પડે તો બને એવું કે મનમાં અનાકુળતા ને બદલે આકુળતા આવી જાય. અને મનમાં આકુળતા આવે એટલે મન સમાધિભાવમાં રહે નહીં. પછી તપનું જે વાસ્તવિક ફળ મળવું જોઈએ તે મળે નહીં. શકિતનું માપ કાઢીને કરવાથી મન સમાધિમાં રહે છે, અને સકામ નિર્જરા સ્વરૂપ તપના વાસ્તવિક ફળને જીવ પામી શકે છે. એક તપની બાબતમાં જ નહીં દાનધર્માદિ દરેક ધર્માનુષ્ઠાનો પોતાની શક્તિ અનુસાર કરનારને પસ્તાવવાનો વખત આવતો નથી અને મનની પ્રસન્નતા એવી જળવાઈ રહે છે કે કરણના વાસ્તવિક ફળને પામી શકાય છે.