________________
૧૦૦
મંગલાચરણ
છે. જ્યારે છ દ્રવ્યોમાં કાળ અસ્તિકાય સ્વરૂપ નથી. કારણ. કે, તેમાં પ્રદેશ સમૂહ નથી. તેમજ છ દ્રવ્યોમાં જીવવિના બાકીના દ્રવ્યો અકર્તા હોય છે, જ્યારે એક જીવ જ કર્તા છે. સંસારમાં પડેલો જીવ સાંસારિક કાર્યોનો પણ કર્તા બને જ છે, તે ઉપચરિત વ્યવહારથી છે. જ્યારે આઠ કર્મોનો જે કર્તા બને છે, તે અનુપચારિત વ્યવહારથી છે. તત્ત્વાર્થ સૂત્રમાં પૂ. ઉમાસ્વાતિ લખે છે કે :
सकषयत्त्वाज्जीव, कर्मणोयोग्यान् पुद्गलानादत्ते ।
કષાયની પરિણતિને લીધે જીવ કર્મ પરિણામને યોગ્ય. કાર્મણ વર્ગણાના પુદ્ગલોને પોતાના પ્રતિપ્રદેશથી ગ્રહણ કરે. છે. સર્વાત્મ પ્રદેશોથી અનંતાનંત કર્મયોગ્ય પુદ્ગલોને જીવ પ્રતિસમયે ગ્રહણ કરતો હોય છે. જેમ પ્રતિસમયે ગ્રહણ કરતો હોય છે તેમ પ્રતિ સમયે અજ્ઞાન દશામાં રહેલો જીવ અકામ નિર્જરાની અપેક્ષાએ નિર્જરતો પણ હોય છે. જ્યારે સમ્યગદૃષ્ટિ
જીવ સકામ નિર્જરા સાધે ત્યારે તો કર્મના ભુક્કા બોલાવી નાખે છે. જ્યાં જીવના પ્રદેશો રહેલા હોય ત્યાં જ સમક્ષેત્રમાં રહેલા કર્મ યોગ્ય પુદ્ગલોને જ જીવ ગ્રહણ કરતો હોય છે. આ જ વાત મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ પણ સમયસારમાં જણાવી છે કે :
कोहाइसु वटुंतस्स तस्सकम्मस्स संचओहोदि ।
ક્રોધાદિ કષાયોમાં વર્તતા જીવને કર્મનો સંચય થાય છે. અને તેને જ જિનેશ્વર ભગવંતોએ કર્મનો બંધ કહ્યો છે.