________________
મંગલાચરણ
ઉપકારીના ઉપકારોને ભૂલી જાય તે છૂટશે કયા ભવે ? તેવા જીવોને નિર્ગુણી કહ્યા છે. નિર્ગુણીનો ઉદ્ધાર થવો બહુ કઠીન ?
સુવિનીત સુપુત્રોનું કર્તવ્ય ઘરમાં સ્ત્રી ન આવે ત્યાં સુધી માતાપિતાની સેવા કરે અને સ્ત્રી ઘરમાં આવ્યાબાદ તેના મોહમાં પડીને માતાપિતાના ઉપકારોને ભૂલી જાય તેવાને તો અધમ કહ્યા છે. માબાપ ઘરનું કામકાજ કરતા હોય, છેવટે ઘરમાં છોકરાઓને સાચવતા હોય ત્યાં સુધી માબાપને ભજે તેવાને મધ્યમ કહ્યા અને તીર્થસ્વરૂપ સમજીને આજીવન પર્યત નિઃસ્વાર્થભાવે સેવા કરે તેવાને ઉત્તમ કહ્યા છે. આજે તો ઘરમાં શ્રીમતીજીનાં પગલાં થાય કે જાણે ડોકરા છોકરી ઘરમાં ભારરૂપ જ થઈ પડે છે. તેવા મનુષ્યો માતાપિતાની આંતરડી ઠારીને આશીર્વાદ શું લેવાના ? આપણે ભવોભવમાં ઠરવું છે પણ માબાપનીએ આંતરડી ઠારવી નથી તેવા મનુષ્યો શે ઠરવાના છે ? સૌ જીવોને શાતા પમાડવાની જ્યાં વાત છે ત્યાં ઉપકારી એવા માતાપિતાને કેટલી શાતા પહોંચાડવી જોઈએ એ આપ મનમાં સમજી લો. ઉપરમાં અધમ, મધ્યમ અને ઉત્તમના ત્રણ પ્રકાર કહ્યા. તેમાં ત્રીજા પ્રકારમાં નંબર લગાડી માતાપિતાને તીર્થસ્વરૂપ સમજીને તેમની સેવા કરવી એ સુવિનીત એવા પુત્રોનું પરમ કર્તવ્ય છે.