________________
મંગલાચરણ્
૩૧પ
દોષોમાંથી જન્મતા અનર્થોનું ચિંતન કરવું તે અપાય વિચય, મિથ્યાત્વ અવિરતિ ક્રોધાદિ કષાય મન વચન કાયાના શુભાશુભ વ્યાપારરૂપ આશ્રવોના સેવનથી જીવને નવા કર્મોનો બંધ થાય છે અને કમ ઉદયમાં આવતાં જીવને અનેક દુઃખો ભોગવવાં પડે છે. રાજકથા, દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા આ ચાર વિકથાઓ છે. વિકથામાં પડેલાં મનુષ્યો પોતાના પુણ્યધનને હારી જાય છે. રસગારવ વગેરે ગારવમાં આસક્ત બનેલા મનુષ્યો અંતે વિનાશને પામે છે. અને નિર્જરા માટે ક્ષુધા તૃષાદિ પરિષદ્ધને નહીં વેઠનારા ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તેવા જીવોને ભવોભવમાં ઘણા દુ:ખો આવી પડે છે. અથવા જે ધ્યાનની અંદર રાગદ્વેષ ક્રોધાદિ કષાયો, પાંચ ઇન્દ્રિયોના વિષયો, અઢાર પાપ સ્થાનકોના સેવનથી ઉત્પન્ન થતાં દુઃખો અંગેની ચિંતવના કરાય અને તે ચિંતવનામાં મન એકતાન. બની જાય તે અપાય વિચય ધર્મધ્યાન કહી શકાય.
કષાયથી કરોડો વર્ષાના તપ ઉપર પાણી
ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય કહેવાય છે. આ ચારે કષાયો અતિ દુય છે. આ કષાયોથી પ્રાણી જે જે અનને પ્રાપ્ત કરે છે તેનું કથન કરવાને પણ કોણુ. સમર્થ છે ? ક્રોધથી વર્ષોની પ્રીતિનો નાશ થાય છે એટલું જ નહીં કરોડો વર્ષના તપનું ફળ નષ્ટ થઈ જાય છે. માનથી વિનય ગુણનો નાશ, માયાથી મૈત્રીનો નાશ અને લોભથી સ ગુણોનો નાશ થાય છે. કોઈ ઈષ્ટ વસ્તુમાં રાગ હોય અને તેનો અચાનક વિયોગ થાય એટલે મનમાં આકુળતા આવી.