________________
૨૮૦
મંગલાચરણ
કરતા જ રહેવાનું છે. છતાં આ મુનિના દૃષ્ટાંતે રસાસ્વાદપર વિજય મેળવવાનો ધ્યેય સતત રાખવાનો છે. કોઈ પણ જીવ બાહ્ય વ્યવહારની સાથે અંતરદૃષ્ટિને પામી શકે તે માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. ઈન્દ્રિયોને વશ રાખનારો પરંપરાએ
મુક્તિપદનો અધિકારી બને ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત, આઠે કર્મમાં મોહનીય કર્મ અને ગુપ્તિમાં મનોગુપ્તિ આ ચાર પર કાબુ આવી જાય પછી બાકીની ઇન્દ્રિયો અને બાકીના તાદિપરનો કાબુ ઘણો સહેલો થઈ જાય છે. ઇન્દ્રિયોને વશ રાખનારને કોઈને વશ થવું પડતું નથી કોઈને પણ વશ નહીં થનારા જીવો સ્વવશ કહેવાય. આ દુનિયામાં જેટલું સ્વવશ તેટલું જ સુખ છે અને જેટલું પરવશ તેટલું દુઃખ છે. સુખ અને દુઃખ અંગેનું આ સંક્ષેપે લક્ષણ છે. સર્વથા ઈન્દ્રિયોનો નિરોધ સાધુઓ કરી શકે છતાં આ અધિકાર ગૃહસ્થોનો હોવાથી ગૃહસ્થોએ પણ ઈન્દ્રિયોને વશ રાખવા જરૂર સંયમી બનવું. આ રીતે અંતરંગ ષડરિપુપર આંશિક પણ વિજય મેળવનારો અને ઇન્દ્રિયોને વશ રાખનારો એટલું જ નહીં માર્ગાનુસારીના પાંત્રીસે ગુણથી ઉપેત બનેલો ઈન્સાન ગૃહસ્થ ધર્મ માટે યોગ્ય અધિકારી બને છે. અને તે જ ગૃહસ્થ પરંપરાએ સમ્યગ્રષ્ટિ બનવાપૂર્વક બારવ્રતધારી અને મહાવ્રતધારી બની પ્રાંતે પરિતા સંસારી અથવા એકાવતારી બની મુક્તિ પદનો અધિકારી બને છે.