________________
૩૦
મંગલાચરણ
વલોવી નાખે તેવા, આ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના મહામૂલા વચનો છે. પરિગ્રહની મૂર્છાને વશ થઈને માનવી કેટલીકવાર એવા કુકૃત્યો કરી બેસે છે કે, જે કૃત્યો તેના આત્માને કલંક્તિ કરી નાંખે છે. પ્રછન્નપણે સેવાએલાં પાપ ભલે માનવી કોઈની સમક્ષ “ડીકલેઅર ન કરે. પણ અંતે તે પાપ પ્રગટ થયા વિના રહેતાં જ નથી. કહેવતમાં પણ કહેવાય છે કે, પાપ અંતે છાપરે ચડીને પુકારે છે. માનવી પાપ ઢાંકવા પ્રયાસ કરે છે, તેના કરતાં કાઢવા પ્રયાસ કરે, તો તેનો આત્મા જાતે દહાડે નિષ્પાપ બની જાય. સાપ કરતાં માનવી પાપનો ડર વધારે રાખે, તો તેનો આત્મા જરૂર નિષ્પાપ બને. સર્પનું ઝેર ગમે તેટલું કાતિલ હોય છતાં તે એક ભવમાં એકજ વાર મારે છે. જ્યારે પાપનું ઝેર એવું તો કાતિલ છે કે, જીવને ભવોભવ અનંતવાર મારે છે. અને પાપને આચરનારો જીવ ભાવમરણની અપેક્ષાએ તો પ્રતિ સમયે મરતોજ હોય છે. ધન, વૈભવ કે શરીર માટે જીવ ગમે તેટલા પાપ બાંધે પણ તે ધન વૈભવ કોઈ ભેગા આવવાના નથી. તે તો અહિંને અહિં રહી જવાના છે. જ્યારે બાંધેલાં પાપ જરૂર ભેગાં આવવાનાં છે અને જીવને તેના દારૂણ વિપાક ભવોભવમાં ભોગવવા પડવાના છે.
મૂળ તત્ત્વની બાબતમાંજ બેદરકારી
માનવી પાપને એટલા પૂરતો ડર જરૂર રાખે છે કે, રખે મારા પાપ ઉઘાડા ન પડી જાય ? રખે મારે