________________
૧૫૬
મંગલાચરણ
જ્યારે ઈર્ષ્યા લે છે ત્યારે અંદરની હૃદયની ભૂમિકા એવી તો બળીને ભાઠા જેવી થઈ જાય છે કે, તેમાં પછી ધર્મભાવનાના અંકુરો ફૂટી જ શકતા નથી. મિત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ એ ચારે ભાવનાઓ ધાર્મિક જીવનમાં ઘણું મહત્વનું . સ્થાન ધરાવે છે. ચારે ભાવનાઓ પર અમારા તરફથી બહાર પડેલા “રસાધિરાજ પુસ્તકમાં અમોએ ખૂબ વિસ્તૃત વિવેચન કરેલું છે. એટલે આ પુસ્તકમાં તે ઉપર વિસ્તારથી વિવેચન કર્યું નથી,
અહિં તો એટલુંજ પ્રસ્તુત છે કે પરારિવાદિ અને ઈર્ષાળુ જીવોને જ્ઞાનીએ નિરંતર દુઃખી કહ્યા છે. તેવા જીવો સ્વને પણ આંતરિક આનંદને અનુભવી શકતા નથી. બીજાને દુઃખે દુઃખી થવું એ સજ્જનતા છે, પણ બીજાના સુખે દુઃખી થવું એ તો એક પ્રકારની ભયંકર દુર્જનતા છે. બીજાના દુઃખમાં સહભાગી થવું એ પણ સજજનતા છે. પણ બીજાના સુખમાં ભાગ પડાવવાની ઈચ્છા રાખવી તે બરાબર ન કહેવાય. સામો સુખી માણસ જ સૌને પોતાના સુખમાં સહભાગી બનાવે તે તેને હૃદયની વિશાળતા કહેવાય. અને તેની ઘણી ઊંચી સજ્જનતા કહેવાય. માટે દુઃખી પ્રત્યે હૃદયમાં દયા રાખવી અને સુખી પ્રત્યે હૃદયમાં ઉચ્ચ ભાવના રાખવી એ જ જીવનની ખરી મહાનતા કહેવાય. અને તેમાં સુખી પણ જે ધર્મને રસ્તે હોય તો સોનામાં સુગંધ કહેવાય. અને સુખી સુખમાં છકી જઈને જો ધર્મને ભૂલી જાય તો સમજવું તેનું સુખ બે દિવસની ચાંદની સ્વરૂપ છે. કહેવત પણ છે કે “દો દિનકી ચાંદની ફિર અંધેરી રાત ” બસ