________________
મંગલાચરણ
પરસ્પર બાધા ન પહોંચે તે રીતે
ત્રણે પુરુષાર્થ સાધવા કોઈ પણ પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે પુરુષાર્થ સાધવાનું કહ્યું, છતાં જે મનુષ્યો કામ પુરુષાર્થમાં એવા આસક્ત બની જાય કે ધર્મ અને અર્થ પુરુષાર્થની તદ્દન ઉપેક્ષા કરતા થઈ જાય તેવા મનુષ્યોને અનેક પ્રકારે કોના ભોગ બનવું પડે છે. વિષય ભોગમાં અત્યંત આસક્ત બનેલા ધર્મ અને ધનને તો હારી જાય અને શરીર પણ હારી જાય. અર્થમાં એવો લુબ્ધ બની જાય કે ન ધર્મને માર્ગે ધન વાપરે કે ન પોતે તેનો ઉપભોગ કરે, એટલે જ તે દહાડે તેના ધનનો ઉપભોગ બીજાઓ કરતા થઈ જાય. અને તે પોતે તો પાપનો ભાગી બને. જેમ સિંહ હાથીનો વધ કરીને પાપનો ભાગી બને અને તે પોતે તો હાથીના શરીરના થોડાક જ માંસનું ભક્ષણ કરી શકે છે. મોટા ભાગે બીજા જાનવરો ભક્ષણ કરે છે અને પાપના ભાગી તેને બનવું પડે.
ગૃહસ્થ ધર્મધ્યાન જરૂર કરે પણ અન્ય પુરુષાર્થો પ્રતિ તેને લક્ષ આપવું પડે. અર્થ અને કામનું તદ્દન ઉલ્લંઘન કરીને સાધુ પુરૂષો જ ધર્મ આરાધી શકે કારણ કે તેમણે અર્થ અને કામ પુરુષાર્થનો ત્રિવિધ ત્યાગ કરેલો છે. તેવી જ રીતે ગૃહસ્થ કરવા જાય તો તેનું ગૃહસ્થપણું નભે નહીં. તેવી રીતે ધર્મમાં બાધા પહોંચે તે રીતે અર્થ અને કામ પણ સાધવાના ન હોય. ખેડુત ધાન્યનો ઉપભોગ કરી શકે પણ બિયારણ માટે રાખેલા ધાન્યનું પણ ન ભરા કરી શકાય