________________
૨૫૮
મંગલાચરણ
ખાધેલાનું અજીર્ણ ખાટા ઓડકાર અથવા વમન છે. તો તપનું અજીર્ણ ક્રોધ છે. વસ્તુ પચે તો અમૃત છે અને અપચો થાય તો ઝેર છે. સુકૃત આચરવું સહેલું છે પણ પચાવવું તો તેથીએ કઠીન છે. કેસર શરીરને ખતમ કરી નાખે છે તેમ ક્રોધ તપને ખતમ કરી નાખે છે. માટે દરેક મનુષ્યોએ અને ખાસ કરીને તપસ્વીઓએ સૌમ્ય બનવું જોઈએ અને કષાયોપર વિજય મેળવીને ખરેખરી સૌમ્યતા જીવનમાં લાવવી જોઈએ. મનમાં ઉગ્રતા ભરી હોય અને બે ઘડી મુખપર દેખાવ પુરતી સૌમ્યતા લાવી દે તેની કોઈ કિમત નથી. મનુષ્યોમાં સૌમ્યતા ચંદ્ર જેવી હોવી જોઈએ, ગંભીરતા સાગર જેવી હોવી જોઈએ અને નિર્લેપતા જળમાં કમળ જેવી હોવી જોઇએ.
પૂ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ફરમાવે છે કે :
પાપ કર્મ વર્તે નહીં, પ્રકૃતિ સૌમ્ય જગ મિત્ત ! સેવનીક હોવે સુખે, પરને પ્રશમ નિમિત્ત છે
પ્રકૃતિથી સૌમ્ય પુરૂષ પાપકર્મમાં પ્રવર્તે નહીં, અને કદાચ પ્રવર્તે તો પણ તીવ્ર પરિણામથી પાપમાં પ્રવર્તે નહીં. પ્રશમભાવને લીધે તેવો પુરૂષ સૌ કોઈને સેવનીક બને છે. તેવા પુરૂષ પ્રતિ સૌને પ્રીતિ થાય. અને તેવા સૌમ્ય અને કરેલા પુરૂષની સૌ કોઈને સેવા કરવાની પણ ભાવના રહે, માટે ઉગ્રતાનો ત્યાગ કરવા પૂર્વક સૌમ્ય બનવું એ પણ મહાન સદગુણ છે.