________________
મંગલાચરણ
ઘટે છે. વેશભૂષામાં ખૂબ સાદાઈ અને સુઘડતા હોવી જોઈએ. ઉદ્ભટ. વેષનો પરિત્યાગ કરવો જોઈએ અને અંદરના વિચારો ખૂબ ઊંચા રાખવા જોઈએ. કોઈના પણ મનમાં વિકૃતિ પેદા થાય તેવી વેશભૂષા સજવાથી પોતાની સંસ્કૃતિનું છડેચોક અપમાન કરવા જેવું થાય છે. આજની દુનિયામાં ફેશન એટલી બધી વધી ગઈ છે કે, લોકોના ઘરમાં રેશન ન હોય. તો ચાલશે પણ ફેશનેબલ વસ્તુઓ તો ઘરમાં પહેલી હોવી જોઈએ. વેશભૂષામાં સાદાઈ આવે તો ખોટા ખર્ચાઓ ઉપર ઘણો મોટો કાપ મૂકાઈ જાય.
ભોજનમાં પણ સાત્વિકતા વેશભૂષાની જેમ ભોજનમાં પણ સાત્વિક્તા હોવી જોઈએ. પિતૃપક્ષ તે કુળ કહેવાય અને માતૃપક્ષ તે જ્ઞાતિ કહેવાય. અથવા જેન કુળ તે પણ ઉત્તમ કુળ કહેવાય. ઉચ્ચ. કુળ અને ઉચ્ચ જ્ઞાતિઓમાં તામસિક ભોજનનો મોટે ભાગે પરિત્યાગ હોય, એટલે તેવા કંદમૂળાદિ તામસિક ભોજનનો પરિત્યાગ કરી દેવો જોઈએ. માંસાહાર તો તેવા કુળોમાં અને જ્ઞાતિમાં હોય જ નહીં, અને તે વિષે ઉપરના વિવેચનમાં ઘણું કહેવાઈ ગયું છે એટલે વિશેષ કહેવાનું રહેતું નથી. વેશભૂષા અને ભોજન વગેરે સંબંધી દેશાચારનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો દેશના રહેવાસી જનસમૂહની સાથે અને પોતાના જ્ઞાતિજનો સાથે પણ વિરોધ થાય અને તેમાંથી કલ્યાણ થવાને બદલે અકલ્યાણ જ થાય.