________________
મિગલાચરણ
નિત્યભોઇ એવા મુનિને નિત્ય ઉપવાસી
કઈ અપેક્ષાએ કહ્યા ? મુનિ ભગવંતના મુખેથી આવું સ્પષ્ટિકરણ થઈ જતાં રાણને ઘણી પ્રસન્નતા થઈ અને મુનિને નમીને ઉદ્યાનમાં એક ભાગમાં દૂર જઈને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે અશનાદિ તૈયાર કરાવ્યા. અને મુનિ ભિક્ષા નિમિત્તે પધારતાં તેમને અનેરા ઉલ્લાસથી અને ચઢતા પરિણામે સુપાત્રમાં દાન કર્યા બાદ પોતાનો અભિગ્રહ પૂરો થતાં રાણીએ સહપરિવાર ભોજન કર્યું. ત્યાર બાદ રાણીએ મુનિ ભગવંતને પુનઃ પ્રશ્ન કર્યો કે નદીમાં હજુ પૂર એવું ને એવું છે તો હવે અમારે નદી શી રીતે પાર કરવી ? અમારે બધાને હવે ઘરે પહોંચવું છે તો નદી પાર કરવાનો આપ રસ્તો બતાવો. મુનિ ભગવંતે રાણીને કહ્યું તમારો ધર્મ પ્રતિ ભાવ એટલો બધો ઊંચો છે કે તમે ભવસમુદ્ર પાર કરી જવાના. તો પછી નદી પાર કરવી એ કોઈ મોટી વાત નથી. તમે નદી કિનારે જઈને પ્રાર્થના કરજો કે જે મુનિનાં અમે દર્શન વંદન કરી આવ્યા તે મુનિએ વ્રત અંગીકાર કર્યું ત્યારથી નિત્ય ઉપવાસી હોય તો હે દેવી ! અમને તું પાર જવાનો રસ્તો કરી આપ ! ફરી મનમાં વિસ્મયને પામેલી રાણી નદી કિનારે આવીને વિનંતી કરી કે તરત જ નદીએ માગ કરી આપ્યો અને સૌ પોતાને સ્થાને પહોંચી ગયા ! - રાજાની આગળ રાણીએ સમગ્ર વૃત્તાંતનું નિવેદન કર્યું અને કહ્યું કે મેં જાતે પારણું કરાવ્યું છતાં આ મુનિ