________________
મંગલાચરણ
૧૨૩
હૃદય જેમનાં વિશાળ છે તેમના માટે બધું સુસંભવિત છે.
યૌવન કાળમાં માનવી સંયમને માર્ગે વળે તો તેના જેવું એક ઉત્તમ નથી. પણ દીક્ષા અંગીકાર ન કરે અને તેના જે લગ્ન કરી આપવામાં ન આવે તો તે ઊધે રસ્તે ચડી જાય. પરસ્ત્રીગમન વેશ્યાગમન જેવા મહા ભયંકર દોષોમાં પડી જાય. અને ઉભય લોક વિરૂદ્ધ ઘોરાતિઘોર કૃત્યોનું સેવન કરતા થઈ જાય. આ બધા અનર્થોથી બચાવવા માટે ઘરમાં કોઈ કરનાર ન હોય તો માતા-પિતાને પણ પોતાના પુત્રપુત્રીના પ્રસંગો બહુ રાચીમાચીને નહીં પણ ઉદાસીન મને પતાવી દેવા પડે. વર-વધૂ બન્ને સંસ્કારી અને ધર્મ ભાવના વાળા હોય તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઉત્તરોત્તર ગૃહસ્થાશ્રમને દીપાવવાપૂર્વક જરૂર પોતાના આત્માનો વિકાસ સાધે અને પરંપરાએ સમ્યગ જ્ઞાનદર્શન અને ચારિત્ર સ્વરૂપ મોક્ષ માર્ગને આરાધીને પરમપદના અધિકારી બની શકે