________________
૧૨
મંગલાચરણ
ગૃહસ્થ જીવનમાં વૈવાહિક મર્યાદા
માગનુસારીના પાંત્રીસ બોલમાં શરૂઆતના બે બોલ પર વિસ્તૃત વિવેચન કર્યું. ત્રીજા બોલમાં ગૃહસ્થો માટે વૈવાહિક જીવનની મર્યાદા બતાવવામાં આવી છે. ગૃહસ્થ વિવાહ કરે, તો કોની સાથે કરે ? જેની સાથે વિવાહ કરે તેને કુળ શીલ ગોત્ર કેવા પ્રકારનાં હોવાં જોઈએ ? આ બધી વિચારણુ આ ત્રીજા બોલમાં કરવામાં આવી છે. કલિકાલસર્વ હેમચંદ્રાચાર્ય જેવા મહાન જ્યોતિર્ધર પુરૂષે આ યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરેલી છે. પૂ. હેમચંદ્રાચાર્યજી મહાન પંચમહાવ્રતધારી સાધુ હતા. તેઓ રત્નત્રયસ્વરૂપ મોક્ષ માર્ગનો અને ધર્મનો જ ઉપદેશ કરનારા હતા. અર્થ અને કામ પુરુષાર્થની દેશના પંચમહાવ્રતધારી સાધુઓ દેનારા હોતા નથી. હવે કોઈને શંકા થાય છે, તો પછી વિવાહ સંબંધી ચચ યોગશાસ્ત્રમાં તેમણે કેમ ઉપાડી ? તેનું સમાધાન એ છે કે, તેઓ માર્ગાનુસારીતાના બોલ સમજાવી રહ્યા છે, અને તેમાં સામાન્ય ગૃહસ્થ ધર્મની વ્યાખ્યા કરી રહ્યા છે. તેમાં કોઈ કોઈ પ્રકાર અનુવાદરૂપે કહ્યા હોય તેને વિધાનરૂપે નહીં સમજી લેવાના. ગૃહસ્થાશ્રમમાં રહેલો ગૃહસ્થ ગમે તેની સાથે વિવાહ કરે, તો તેનું ધાર્મિક જીવન ઉત્તરોત્તર હીનતાને પામે. શ્રીપાલ મહારાજાના વિવાહ મયણાસુંદરી જેવી સંસ્કારી કન્યા સાથે થયા, તો તેમના ધાર્મિક જીવનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. પત્ની પોતે ધાર્મિક અને સંસ્કારી હોય, તો પોતાના પતિને પણ ધર્મને રસ્તે ચડાવે, અને પતિના પણ