________________
મંગલાચરણ
અહિં નાગપુર ક્ષેત્રમાં બે ચાતુર્માસ થતાં વ્યાખ્યાનોમાં અનેકાનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. દરેક વિષય પર ખૂબ ખૂબ છણાવટ કરવામાં આવી છે. સંવત ૨૦૨૬ ની સાલમાં નાગપુર ક્ષેત્રમાં પહેલું, ચાતુર્માસ કરેલું તે ચાતુર્માસમાં શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથની વાંચના કરેલી. ત્યાર બાદ સં. ૨૦૩૧ ની સાલના બીજા ચાતુર્માસમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રના આધારે યોગનું મહાભ્ય, યોગનું સ્વરૂપ, પંચ મહાવ્રત, મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ, પંચ સમિતિ, ત્રિગુપ્તિ વગેરે વિષયો પર વિષદ છણાવટ કરવામાં આવી. હવે યોગશાસ્ત્રને આધારેજ આજથી માર્ગનુસારીતાના પાંત્રીસ બોલ પરનું વિવેચન શરૂ થાય છે, જે ગૃહસ્થો માટે અત્યંત ઉપયોગી છે.
સૌથી પહેલો ઉપદેશ સર્વ વિરતિનો
કોઈ પણ યોગ્ય જીવ સાધુ ભગવંતોની સમીપે ધર્મ જિજ્ઞાષાથી આવે, એટલે સાધુ ભગવંતો સૌથી પહેલાં તેને સર્વ વિરતિનો ઉપદેશ આપે. તે જીવને સંસારની અસારતા, પદાર્થ માત્રની ક્ષણ ભંગુરતા અને વિષયોની વિરસતા એવી તો સચોટ શૈલીમાં સમજાવે, કે તે જીવમાં યોગ્યતા હોય, તો તેનામાં સર્વ વિરતિના પરિણામ પ્રગટ્યા વિના રહે નહીં, અને તેવી યોગ્યતા ન દેખાય, તો તે જીવને દેશવિરતિનો ઉપદેશ આપે. અને તેટલી પણ યોગ્યતા ન દેખાય તો સમ્યગદૃષ્ટિ બનવાનો ઉપદેશ આપે. ત્યારબાદ જુએ કે આ જીવ સમ્યક્ત્વ પામવાને પણ લાયક નથી એટલે પછી તેને માર્થાનુસારીતાના