________________
૩૦૪
મંગલાચરણ
હું નહીં ભોગવું તો કોણ ભોગવવા આવવાનું છે? સુખદુખમાં જીવને અવર કોઈ કારણરૂપ નથી અને કદાચ કોઈ કારણરૂપ બને તો તે નિમિત્તકારણરૂપે છે. બાકી તો જીવે જે કર્મ આચરેલાં છે તે તેને ભોગવવાં જ પડવાનાં છે. .
પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ પુણ્યપ્રકાશના સ્તવનમાં ફરમાવે છે કે : - સુખ દુઃખ કારણ છવને, કોઈ અવર ન હોય કર્મ આપ જે આચર્યો, ભોગવીએ સોય છે.
આવી નિર્મળ દૃષ્ટિ હોય ત્યાં આર્તધ્યાનનું કારણ જ શું રહે ? ગુણસ્થાનની અપેક્ષાએ આર્તધ્યાન છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણ સુધી રહે છે. આ સ્થાનના અધ્યવસાયમાં જીવને ભવાંતરના આયુષ્યનો જે બંધ પડે તો તિર્યંચ ગતિના આયુષ્યનો બંધ પડે છે. માટે સર્વ પ્રમાદના મૂળ કારણરૂપ આર્તધ્યાનનો દરેક મુમુક્ષુએ પરિત્યાગ કરી દેવો.
રૌદ્રધ્યાનના પ્રકારો
આર્તધ્યાનની જેમ રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકારો છે. હિંસાનુબંધી રૌદ્ર, મૃષાનુબંધી રૌદ્ર, સ્તયાનુબંધી રૌદ્ર અને પરિગ્રહ સંરક્ષણાનુબંધી રૌદ્ર, તત્ર એવા ક્રોધના પરિણામને લીધે નિર્દય રીતે પશુ આદિના વધ બંધન તથા મરણના વિધ્વંસ અધ્યવસાયોમાં ચિત્ત એક્તાન બની બની જાય તે