________________
મંગલાચરણ
૧૧૧
કુવે કાંઠે સુભદ્રા પહોંચી, ત્યાં તેનું સતિત્વ જાણે સોળે સોળ કળાએ ન ખીલી ઊર્યું હોય તેમ તત્કાળ કાચા સૂતરના તાંતણાથી ચાલ બાંધીને ચાલણ કુવામાં નાખીને તે ચાલણીથી જળ કાઢીને પોળના દરવાજા પર છાંટીને ત્રણ દરવાજા ખોલી નાખ્યા અને એક દરવાજો રહેવા દીધો.
કોઈ પિયર કોઈ સાસરે કોઈ હશે માને મોસાળ ચોથી પોળ ઉઘાડશે, જે હશે શિયળ ચોસાળ
એક દરવાજે એટલા માટે ન ખોલ્યો કે, કોઈ સ્ત્રી ને મનનાં ગર્વ ન રહી જાય કે, દરવાજે તો અમે પણ ઉઘાડી દેત ! પણ શું થાય, અમે એ ટાઈમે પિયર હતાં, અથવા કોઈ કહે અમે સાસરે હતાં, તેમજ કોઈ કહે અમે તો મોસાળ હતાં, એટલે એક રહેવા દીધો. તમે ગમે ત્યાં હતાં ચાલો એક દરવાજો બંધ પડ્યો છે. અને તમે હવે પિયરથી આવી પહોંચ્યાં છો, તો એવી જ રીતે જળ કાઢીને ખોલી દો. હજી સુધી એ દરવાજો બંધ હતો. ત્રણ ચાર વર્ષ પહેલા અમે ચંપાપુરી ગયેલા ત્યારે સાંભળ્યું કે થોડા સમય પહેલા દરવાજે પડી ગયો છે, અથવા પાડી નાખ્યો હોય !
સુભદ્રાના કાળમાં સુભદ્રા એક જ સતિ હતી, તેવી કોઈ વાત છે જ નહી. બીજી પણ સતિ સ્ત્રીઓ જરૂર હશે, પણ સુભદ્રાપરનું કલંક ઉતારવા અને શીલ ધર્મનો મહિમા દુનિયામાં વિસ્તારવા માટે શાસનદેવીએ એ કાર્ય કર્યું હતું બાકી તો બહુરત્ના વસુંધરા છે.