SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ છે કે, પાપ કર્યા વિના પૈસો મળતો નથી અને અનીતિ કર્યા વિના વ્યવહાર ચલાવી શકાતો નથી. આ મોટામાં મોટો જમ છે. મનુષ્યનું ધ્યેય જે નિર્વાહનું જ હોય તો નીતિ ને. ન્યાયને માર્ગે ચાલતાં ખુશીથી નિર્વાહ થઈ શકે છે. બાકી, સંગ્રહ નો ધ્યેય હોય તો વાત અલગ છે. દ્રવ્ય એ સાધન છે, તે કોઈ જીવનનું સાધ્ય નથી, છતાં જેઓ સાધનને જ સાધ્ય માની બેઠા હોય તેમના હાથે તો અર્થના માટે જીવનમાં અનેક અનર્થો સર્જાવાના છે. પૈસો એ જિંદગી (LIFE) માટે છે, કાંઈ જિંદગી (LIFE) પૈસા માટે નથી. પણ આજે મનુષ્યો એમજ માની બેઠા છે કે, પૈસો ન હોય તો (LIFE) જિંદગી બને જ નહીં ! જેમ કેટલાકો બોલતા થઈ ગયા કે પત્ની (WIFE) ન હોય તો જિંદગી (LIFE) શું કામની ? તેમ કેટલાકો એમ પણ માનતા થઈ ગયા. છે કે, પાસે વસુ (ધન) ન હોય તો નર પશુ સમાન છે, જ્યારે ખરી વાત તો એમ છે કે “મૈંન ના વા નાના” ધર્મહીન મનુષ્યો પશુ સમાન છે છતાં તદ્દન અવળું પકડાઈ ગયું છે, કારણ કે સાધનને સાધ્ય માની લેવાની મોટામાં મોટી ભૂલ કરી છે. પછી એક ભૂલમાંથી જ બીજી અનેક ભૂલો થતી આવે. છે. પરિગ્રહનું પરિમાણ રાખીને સુખમય જિંદગી બનાવી શકાય છે, જ્યારે મહારંભી અને મહાપરિગ્રહી મનુષ્યોને તો અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. અને અમર્યાદ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy