________________
પૂ મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહેાની માંગણી પરદેશથી પણ ઘણા પ્રમાણમાં આવે છે. અરે, એક ભાઈને તા પૂ. મહાસતીજીનુ' પુસ્તક વાંચી એવા ભાવ આવ્યા કે હવે આવું સુદર પુસ્તક જ્યાંથી બહાર પડવાનું હોય ત્યાં પુસ્તક સહાયમાં રૂ. ૧૦૦૦ (એક હજાર) માકલી આપવા અને તે રીતે તેમણે અમને માકલી આપ્યા. આ રીતે પૂ. મહાસતીજીના પુસ્તકના પ્રભાવ દેશવિદેશમાં પડયા છે. અમે “ શારદા દન'' ની આઠ હજાર પ્રત મહાર પાડી રહ્યા છીએ. તેની ૬૦૦૦ પ્રતના ગ્રાહકે તે અગાઉથી નોંધાઈ ગયા છે. આ ઉપરથી તમે કલ્પના કરી શકે છે કે મા. શ્ર” પૂ. શારદાબાઈ મહાસતીજીની સચોટ અને હૃદયસ્પી શૈલીથી ફરમાવેલા વ્યાખ્યાને અને વ્યાખ્યાન સગ્રહે જનતામાં કેટલા લેાકપ્રિય તથા ઉપચાગી નીવડયા છે.
છપાઈના કાગળા તથા છાપકામના ઉંચા ભાવમાં આવા દળદાર, સુંદર સુઘડ છપાઇ અને બાઇન્ડીગવાળા પુસ્તકની કિંમત આશરે રૂ. ૧૮થી ૨૦ પડે. છતાં તે પુસ્તક ફકત રૂ. ૮ માં વેચવાના અમે નિય કર્યાં તે દાતાઓને આબ.રી છે. દાનવીર શેઠ શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઇએ રૂ. ૧૫૦૦૦ (પંદરહજાર)નું માતબર દાન આપતા પ્રકાશક તરીકે તેઓશ્રીનુ નામ આપતા આનંદ અનુભવીએ છીએ. આ લાકપ્રિય વ્યાખ્યાન સંગ્રહના પાંચ કે તેથી વધુ પુસ્તકાના અગાઉથી ગ્રાહક થનાર સૌનેા અને આ કાર્યોંમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌના અંતઃકરણપૂર્વક આભાર. આ પુસ્તક પ્રકાશનનું કાર્ય. ચીવટથી કરી આપવા માટે શ્રી નીતીનભાઈ અદાણી તથા પ્રેસ મેનેજર શ્રી મુકુંદભાઈ અને પ્રેસના સૌ કાર્યકરોને આભાર
હૃદયના ઉમળકાથી વ્યાખ્યાન સંગ્રહ કરવા બદલ તત્ત્વચિંતક પૂ કમળાબાઈ મહાસતીજીનેા તથા મા. બ્ર. પૂ. સ`ગીતામાઈ મહાસતીજી (જેમણે મેતીના દાણા જેવા અક્ષરોથી સુંદર પ્રેસ કાપી કરી આપી) ના તથા સૌ મહાસતીજીને જેમણે કાળજીપૂર્વક પ્રા તપાસી આપ્યા તે બધાને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
પૂ. મહાસતીજીએ દરરોજ વ્યાખ્યાને વિસ્તારપૂર્વક ફરમાવ્યા છે પરંતુ પુસ્તક બહુ મેરુ થવાથી સ્થળ સ કાચને કારણે અમુક વ્યાખ્યાનેાને સાર ભેગા કર્યાં છે. પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુધ્ધિપત્રકમાં જોઈ લેવા વિનંતી છે, છતાં કાઈ ભૂલ રહી જવા પામી હોય તા સુધારીને વાંચવા વાંચકેાને નમ્ર વિન'તી છે.
અંતમાં આ પુસ્તકનું વાંચન ચિંતન મનન કરી અનેક આત્માએ ધર્માભિમુખ ખનશે એવી શ્રધ્ધા અને વિશ્વાસ સાથે વિરમીએ છીએ,
લેાકમાન્ય તીલકરોડ,
એરીવલી (પશ્ચિમ) મુ ખઈ-૪૦૦૦૯૨ અક્ષય તૃતિયા,
સ. ૨૦૩૪, વીર સવ૧ ૨૫૦૪ તા. ૯-૫-૧૯૭૮
વી. નમ્ર સેવકે ભીખાલાલ ખેતસીભાઈ મહેતા ૐા, જી. એમ. છાડવા નાનજી વેલજી શા. રસિકલાલ શાન્તીલાલ શાહ ધનસુખલાલ ગુલાબચંદ પાદશાહ શ્રી “ શારદા દર્શન ” સાહિત્ય સમિતિ વધુ માન સ્થા. જૈન સંઘ બારીવલી