________________
તેમાં પણ ઉદયપુરના શ્રી સંઘ ઉપર તે તેઓશ્રીએ. અપાર ઉપકાર કર્યો છે, ---
ઉદયપુર શહેરના શ્રી સંઘને જે અત્યુદય જોવા મળે. છે, તેને યશ-કળશને અભિષેક પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજના શિરે થે ઘટે છે. આજ્ઞાંકિત મહાપુરુષને વાદ-વિજય–
માળવા ને મેવાડમાં સતત ૧૨-૧૩ વર્ષની જહેમતથી આર્યસમાજીએ અને સ્થાનકવાસીઓની ભ્રામક અને અંજમણી પ્રચાર-લીલાના આક્રમણને એકલે હાથે ખાળવાનું દુઃશક્ય કાર્ય તે તેઓજ કરી શકે.
તેઓશ્રીમાં છુપાયેલી આ શક્તિનાં દર્શન પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજે કર્યા અને તેઓશ્રીની આ વિરલ શક્તિ ખીલે અને તેને સદુપયેગ શ્રી જિનશાસનના ઉદ્યોત કાજે થાય એવા શુભ આશયથી માળવા અને મેવાડ જેવા અણખેડાયેલા ક્ષેત્રોમાં વિચરવાની આજ્ઞા કરી. અને પૂજ્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે પણ એ આજ્ઞા શિરસાવંઘ કરી. અને તેથી જ તેઓશ્રીની શક્તિ શતમુખે પાંગરી.
પિતાના જીવનમાં સર્વોપરી સ્થાન આ આજ્ઞાને આપ્યું હતું. એ વાતની સચ્ચાઈની પ્રતીતિ (પૃ. ૧૯૦) ઉપરના પ્રસંગથી થાય છે.