________________
આદર્શ સયમધરની ઉચ્ચજીવન-ગાથા तेभ्यो नमस्तदीयान् गुणांस्तुवे तेषु मे दृढ़ा भक्तिः । अनवरतं चेष्टन्ते, जिनवचनाद्भासनार्थ ये ॥
પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશાવિજયજી મહારાજે એક સ્થળે કહ્યું છે કે લોકોત્તર પ્રભુશાસનની રક્ષા–પ્રભાવના માટે જે નિર'તર પ્રવૃત્તિ કરતા હાય તે મહાપુરુષાને મારા નમસ્કાર થા. તેઓના ગુણુની હું પ્રશંસા કરું છું, અને તેના પ્રત્યે હું દૃઢ ભક્તિવાળા છું.” વિરલ વ્યક્તિત્વ ઃ
*પૃહણીય–ચરિત પ્રાતઃસ્મરણીય સ્વ-નામધન્ય શ્રી અવેરસાગરજી મહારાજે પણ નિરંતર જિનશાસનની રક્ષા–પ્રભાવના કરીને સ્વ-પર આત્માઓનું કલ્યાણ કરવા પૂર્ણાંક નિજ–જીવનને ધન્ય બનાવ્યું હતું.
શ્રી તપાગચ્છની તેજસ્વી અને પ્રાણવાન શ્રમણ-પરપરામાં શ્રી ઝવેરસાગરજી મહારાજનું નામ સદા સાદર સ્મરણીય છે અને રહેશે. શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસન પ્રીતિ સાથે ગીતાતા અને શાસનના સાતે ક્ષેત્રામાં નક્કર અને કાયમી અર્પણને મહાપુરુષાને ઓળખવાના માપદડ માનીએ તા તપાગચ્છની સાગર-શાખાના પૂજ્યપાદ શ્રી અવેરસાગરજી મહારાજ પણ નિઃશંક એક શ્રેષ્ઠ શ્રુત-સ્થવિર
શ્રઋણરત્ન હતા.