Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
૪૧
અંતર છે. એ જ પ્રમાણે ચોવીસથી ઓગણત્રીસ સુધીના છ સ્નેહાણુનું અંતર બીજા અને ત્રીજા સ્પર્ધકની વચમાં છે. એ પ્રમાણે છ છ સ્નેહાણુરૂપે આ અંતર સરખું છે. આ રીતે દરેક સ્પર્ધકમાં અંતર સરખું સમજવાનું છે. અહીં સર્વ જીવથી અનન્તગુણ સંખ્યાને સ્થાને છની કલ્પના કરી છે. ૨૯ હવે કેટલા સ્પદ્ધકો થાય છે અને આંતરાં કેટલાં હોય છે તે કહે છે–
अभवाणंतगुणाई फड्डाइं अंतरा उ रूबूणा ! दोण्णंतरवुड्ढिओ परंपरा होति सव्वाओ ॥३०॥
अभव्यानन्तगुणानि स्पर्द्धकान्यन्तराणि तु रूपोनानि ।
द्वे अनन्तरवृद्धी परम्परया भवन्ति सर्वाः ॥३०॥ અર્થ–સ્પદ્ધકો અભવ્યથી અનન્તગુણ થાય છે અને આંતરાઓ એક ન્યૂન થાય છે. અનન્તર બે વૃદ્ધિ થાય છે અને પરંપરાએ સઘળી વૃદ્ધિ થાય છે.
ટીકાનુ–અભવ્યથી અનન્તગુણ અને સિદ્ધોના અનન્તમા ભાગ પ્રમાણ સ્પદ્ધકો થાય છે. અને આંતરાઓ સ્પર્ધ્વકની અપેક્ષાએ એક ન્યૂન થાય છે. જેમકે ચારના આંતરા ત્રણ જ થાય છે, એમ અહીં પણ સમજી લેવું. તથા વર્ગણાઓમાં આનન્તર્ય—પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરની અપેક્ષાએ બે વૃદ્ધિ થાય છે. ૧. એક એક અવિભાગવૃદ્ધિ, ૨. અનંતાનંત અવિભાગવૃદ્ધિ. તેમાં એક એક અવિભાગની વૃદ્ધિ સ્પર્ધ્વકની અંદર રહેલ વર્ગણાઓમાં ઉત્તરોત્તર સમજવી અને અનંતાનંત અવિભાગની વૃદ્ધિ પૂર્વના સ્પર્ધકની છેલ્લી વર્ગણાની અપેક્ષાએ પછીના સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં સમજવી.
પરંપરાવૃદ્ધિ પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણાની અપેક્ષાએ એ પ્રકારે સમજવી, તે આ પ્રમાણે–૧. અનન્તભાગવૃદ્ધિ, ૨. અસંખ્યાતભાગવૃદ્ધિ, ૩. સંખ્યાતભાગવૃદ્ધિ, ૪. સંખ્યાતગુણવૃદ્ધિ, ૫. અસંખ્યાતગુણવૃદ્ધિ, અને ૬. અનન્તગુણવૃદ્ધિ. પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાની અપેક્ષાએ કેટલીક વર્ગણા અનન્તભાગાધિક સ્નેહાણુવાળી, કેટલીક અસંખ્યાતભાગાધિક નેહાણુવાળી અને કેટલીક સંખ્યાતભાગાધિક સ્નેહાણુવાળી હોય છે. આ પ્રમાણે દરેક સ્પર્ધ્વકમાં રહેલી વર્ગણાની અપેક્ષાએ ત્રણ વૃદ્ધિ થાય છે.
પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણાની અપેક્ષાએ પહેલા સ્પદ્ધકથી આરંભી સંખ્યાતા સ્પર્ધ્વક પર્યત તે દરેકની પહેલી પહેલી વર્ગણામાં સંખ્યાતગુણા સ્નેહાણુઓ હોય છે. ત્યારપછી અસંખ્યાતા સ્પર્ધ્વક પર્યત તે દરેકની પહેલી પહેલી વર્ગણામાં અસંખ્યાતગુણા અને ત્યારપછીના અનન્તપદ્ધક પર્યત તે દરેકની પહેલી પહેલી વર્ગણામાં અનંતગુણ સ્નેહાણુઓ હોય છે. આ પરંપરાવૃદ્ધિ પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણાની અપેક્ષાએ ત્યારપછીના કોઈપણ સ્પર્ધકની પહેલી વર્ગણામાં થાય છે એમ સમજવું. આ પ્રમાણે અંતર પ્રરૂપણા કરી.
હવે વર્ગણામાં રહેલા કુલ પરમાણુઓના સ્નેહાવિભાગો સરવાળે કેટલા હોય છે તેનો વિચાર કરે છે, તે આ પ્રમાણે પહેલા શરીરસ્થાનના પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણામાં કુલ પંચ૦૨-૬