________________
૧૪
નિરંશ વાક્યના અંશોની કલ્પના કરવાનું પ્રજન પાછળ તેને અર્થ પણ આવતો દેખાય છે એટલે ભાગે [અર્થાત વાક્યના ભાગો પદે અને વાકક્ષાર્થના ભાગો પદાર્થો ] પરમાર્થ છે.
ફોટવાદી – ના; કુપ, સૂપ, ચૂપ, આ ત્રણેય શબ્દોમાં ૫ એ એક અક્ષર સમાનપણે આવે છે પરંતુ તે ત્રણ શબ્દના જે અર્થો છે તેમાં પની પાછળ પાછળ ત્રણેય શબ્દોમાં આવતે કઈ સમાન અર્થ છે નહિ. અમુકની પછી અમુક થાય છે એટલા માત્રથી પછી થનારનું તે કારણ છે એમ કહેવું શક્ય નથી, કારણ કે ધૂળના ગોટાઓ ઊંચે ચઢવા પહેલાં જેમ હાથી, ઘોડા દોડતા દેખાય છે તેમ કીડીઓની હાર પણ ચાલતી દેખાય છે, પરિણામે કીડીઓની હારના ચાલવાને ધૂળના ગોટા ઊડવાનું કારણ માનવાની આપત્તિ આવે. તેથી પ્રકૃતિ અને પ્રત્યય એ બે અંશની જેમ અસત પદાર્થની કલ્પનાને આશરે વાકયાથેજ્ઞાનના ઉપાય તરીકે લેવામાં આવે છે, પરંતુ પદાર્થ વાક્યાયમાં જણાતું નથી, જેમ અશ્વ'નો અર્થ અને કર્ણને અર્થ “અશ્વકર્ણના અર્થમાં જણાતો નથી તેમ. અસત્ય પણ સત્યને ઉપાય બનતું દેખાય છે, અસત્ય સર્પદંશ વગેરે સત્ય મરણનું કારણ બને છે. લિપિના અક્ષરો અસત્ય જ છે, તેઓ સત્ય અર્થનું જ્ઞાન કરાવે છે. જે કહો કે લિપિના અક્ષર સ્વરૂપથી તો સત્ય છે તો અમે કહીશું કે ના, રેખારૂપે તેઓ અર્થના પ્રતિપાદક નથી, આ ગાકાર છે એ પ્રમાણે ગ્રહણ કરાયેલી રેખાઓ અર્થજ્ઞાનનું કારણ છે. તે રેખાઓ જે રૂપે સત્ય છે તે રૂપે અર્થપ્રતિપાદક નથી અને જે રૂપે અર્થપ્રતિપાદક છે તે રૂપે સત્ય નથી.
26. નનુ પ્રતિયયાચંરા પિ પરમાર્થસન્ત , તથા પ્રતિમાસાત્, तदर्थप्रत्ययहेतुत्वाच्च । नैतदेवम् , अन्वाख्यानभेदेन तेषां खरूपेणेयत्तानिश्चयानुपपत्तेः । भवतीत्यत्र भूशब्दः प्रकृतिः क्वचिदन्वाख्यायते, क्वचिद्भवशब्दः । प्रत्ययादेशागमगुणवृद्धिवर्णलोपाद्यन्वाख्यानविसंवादात् कः पारमार्थिकः प्रकृतिप्रत्ययविभागः ? कल्पनामात्रं त्वेतत् ‘इयं प्रकृतिरेष प्रत्ययः' इति ।
एवं पदार्थानामपि वाक्यार्थात् परिकल्पनयैवापोद्धारः । तदुक्तम्पदं कैश्चिद् द्विधा भिन्नं चतुर्धा पञ्चधाऽपि वा ।
अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिवत् ॥ इति [वाक्यप० ३.१] 26. શંકાકાર–પ્રકૃતિ, પ્રત્યય, વગેરે અંશે પણ પરમાર્થ સત જ છે, કારણ કે તેઓ તેવા જણાય છે અને તેઓ અથજ્ઞાનનું કારણ છે.
સ્ફોટવાદી–ના, એવું નથી. વ્યાખ્યાતાઓ એક જ શબ્દની ભિન્ન ભિન્ન સમજુતી આપતા હોઈ પ્રકતિ, પ્રત્યય વગેરે અંગેનું સ્વરૂપ આટલું જ છે એવો નિશ્ચય ધટતે નથી. મવતિ' એ શબ્દમાં “મૂ' શબ્દ પ્રકૃતિ છે એમ કોઈ વાર સમજાવવામાં આવે છે; કોઈ વાર ‘મવ' શબ્દ પ્રકૃતિ છે એમ સમજાવવામાં આવે છે. પ્રત્યય, આદેશ, આગમ ગુણ, વૃદ્ધિ, વણું લેપ વગેરે ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હેઈ પ્રકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org