________________
કર્મગ્રંથ–પ્રદીપક
કર્મનું સ્વરૂપ :–
૧ આપણને ઉંઘ આવે, તે આપણું આખુંયે શરીર સુઈ જાય
છે. વનવગડામાં આપણી સામે વાઘ આવે, તે આપણું આખુયે શરીર હાસી જવા પ્રયાસ કરે છે. એ પ્રસંગે
આપણું આખું શરીર કામ કરે છે. ૨ આપણે કયાંય જવું હોય, તે આપણું પગ ઉપયોગમાં આવે
છે, પગ ન હોય તે જઈ શકાય નહીં. અને કાંઈ પકડવું હોય તે હાથ કામમાં આવે છે. હાથ ન હોય, તે આખું
શરીર હોવા છતાં કાંઈ પકડી શકાય નહીં. ૩ તેજ પ્રમાણે-જોવામાં આંખો જ, સુંધવામાં નાકજ, સ્પર્શ
કરવામાં ચામડી જ, સાંભળવામાં કાન જ, ચાખવામાં જીભ જ અને વિચાર કરવામાં મન જ કામ કરે છે. એટલે કેઈ કામમાં આખા શરીરને અને કોઈ કામમાં તેના અમુક કે એકાદ
અવયવને ઉપયોગ કરવો પડે છે. ૪ પરંતુ, ગુરુ આપણને પત્થર પાટી ઉપર શ્રી મહાવીર લખ.
વાનું કહેવું કે તરત જ તમે પાટી-ઉપર–શ્રી મહાવીર-એ શબ્દ લખી નાખે છે, તેનું કારણ વિચારશે, તે
પ્રથમ-ગુરુ શ્રી મહાવીર–એ શબ્દ બોલે છે. અને તે આપણે કાન સાંભળે છે. સાંભળતાંજ આપણા મનમાં થયું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org