________________
૨૧૫ છે. એટલે કે ઘણું શરીર ભેગા થાય, તો પણ કોઈ પણ રીતે આપણું આંખ વિગેરેથી ના શકાય જ નહીં, એવા શરીરના રૂપ વગેરે બનાવે. તે સૂક્ષ્મ નામકર્મ ગણાય છે. પરંતુ બાદર નામકર્મને ઉદય ન હોય, તે સૂક્ષ્મ થાય, કે સૂક્ષ્મને ઉદય ન હોય, તે સ્થૂલ–બાદર થાય, એમ સમજવાનું નથી. બેયને ઉદય ન હોય, તે આત્મા અરૂપી રહે છે. એટલે પુગલ પરમાણુઓમાં સ્થૂલતા અને સૂક્ષ્મતા ગુણ છે. તે જુદા જુદા જીવને પોતપોતાના આ બે કર્મ પ્રમાણે જુદા જુદા પ્રકારે પ્રગટ થાય છે. અને અરૂપી આત્મા માટે સૂકમ અને સ્થૂલ તરીકેના વ્યવહાર લાયક ઉત્પન્ન કરે છે, માટે એ બે પ્રકૃતિએ જીવવિપાકી પણ છે.
૧૩૬. ૫. પર્યાપ્તિ નામકર્મ–કોઈપણ પ્રાણું જીવતું હોય છે. ત્યારે તેની છ વન ક્રિયાઓ ચાલતી હોય છે. આહાર કર, શરીર બાંધવું, ઈદ્રિયોની રચના કરવી, નિયમિત સોચ્છુવાસ લે, બોલવું, અને વિચારવું, આ છે કામ કરવાની શક્તિ આપણુમાં આપણે જોઈએ છીએ. આવું કામ કરવાની શક્તિઓ જે આપણુમાં ન હોય, તે આપણે જીવીએ છીએ, એમ માની શકાય જ નહીં. જીવવાનું કામ થાય જ નહીં આ છ શક્તિઓની મદદથી આપણે જીવવાનું કામ કરીએ છીએ. જીવવાનું (પ્રાણધારણ કરવાનું) કામ બંધ પડે કે પ્રાણી મરી જાય છે. ફરી પાછી બીજા જન્મમાં એ શક્તિઓ ચલાવવાના છ સાધને મળે છે, ત્યારે જીવી શકાય છે. આ શક્તિ ચલાવવાના સાધનનું નામ આપણું, શાસ્ત્રની પરિભાષામાં પર્યાપ્તિ કહેવામાં આવે છે.
આ છ શક્તિઓ આખી જીંદગી સુધી કાયમ ટકી રહે, તેને માટે ઉત્પન્ન થતી વખતે એવી ગોઠવણ થાય છે કે- અંતમુહૂર્તમાં નવા ઉત્પન્ન થતા જીવને એ શક્તિઓ ચલાવવાના સાધને પ્રગટ થાય છે, અને પછી અંદગીભર તેનું કામ ચાલુ થાય છે. એકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org