________________
૨૨૮
ચીજોવા મળેલી હોય. તેને છ છોડી શકતો નથી, તે દાનાન્તરાય કર્મના ઉદયથી આપી શકતો નથી, અહીં આપવું અને છોડવું વ્યક્ત કે અવ્યક્ત ઈરાદાપૂર્વક હોવું જોઈએ. એમ દાનાન્તરાય કમને સંપૂર્ણ ક્ષય થતાં સુધીમાં મળેલી અનંત ચીજો આત્મા ઇરાદાપૂર્વક છેડી ચૂક્યો હોય છે. ભોગ અને ઉપભોગ કરી ચૂક્યો હોય છે. પછી એ ચારેય કર્મો એ રીતે ક્ષય પામી જાય છે. પછી ન તે આત્માને કાંઈ પણ મેળવવાનું રહે છે. ન તે કાંઈપણું ભોગવવાનું બાકી રહે છે. ન તો કાંઈ પણ ઉપભોગ્ય બાકી રહે છે અને ન તે કાંઈ પણ છોડવાનું–ત્યાગવાનું–આપવાનું બાકી રહે છે,
એજ પ્રમાણે અનાદિકાળથી આત્મા પોતાના જીવનને વ્યવહાર ચલાવવાની નાની મોટી દરેક પ્રવૃત્તિમાં સૂક્ષ્મકાયેગાદિકની પ્રવૃત્તિથી માંડીને મેરુ કંપાવવા સુધીની કે એવી અનેક પ્રવૃત્તિઓમાંથી વીર્ય ફેરવતા ફેરવતે આગળ વધ્યો હોય છે. એટલે તે તે ભવમાં જેટલું જેટલું વીર્ય ફેરવી શકે, તેટલો તેટલો વર્યાન્તરાય કમને ક્ષયોપશમ સમજે. અને જેટલું જેટલું વીર્ય ન ફેરવી શકે, જેટલી જેટલી ખામી રહે, જેટલી જેટલી બાબતમાં તે જીવ અશક્ત રહે, તેટલો વીર્યાન્તરાય કમનો ઉદય સમજવો. જળચર થાય ત્યારે તરવામાં વિર્ય ફોરવવું પડે, અને એજ પક્ષ થાય ત્યારે ઉડવામાં વિર્ય ફોરવે, એ જ યોદ્ધો થાય ત્યારે લડવામાં, અને તપસ્વી થાય ત્યારે ઉપસર્ગ સહન કરવામાં અને પત્થર હોય ત્યારે ટાઢ-તડકે સહન કરવામાં વીર્ય ફોરવી શકે, એ પ્રમાણે અનંત ભવોમાં જુદા જુદા ભવમાં ફરીને અનેક વીર્ય આત્મા ફેરવી લે છે, અને વર્યાન્તરાય કમને ક્ષય થઈ ગયા પછી તેને કયાંય પણું વીર્ય ફેરવવું પડે જ નહીં. વીર્ય–બળ–સામર્થ્ય હોવા છતાં પછી ફેરવવાની જરૂર પડે જ નહીં. દાનશક્તિ છતાં દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org