________________
૩૭૮
તે માટે સત્તાને આ સાથે વિસ્તૃત નિબંધ વિચારવાથી સત્તા સંબંધીની વ્યવસ્થા બરાબર સમજાશે, આ નિબંધ સમજ્યા પછી એક એક પ્રકૃતિની ગુણસ્થાનકવાર સત્તા, સકારણ વિચારી શકાય, માટે ૧૪૮ પ્રકૃતિઓને ૧૪ ગુણસ્થાનક ઉપર વિસ્તૃત યંત્ર અભ્યાસીએ તૈયાર કરશે. તેમજ સત્તાના કારણે. અને અસત્તાના કારણે અને તેની સાથે સંબંધ ધરાવતી પ્રકૃતિઓની વિચારણું પણ કરી લેવી. કયા ગુણસ્થાનકે કેની કેની સત્તા ન હોય અને શા કારણે ? તે પણ અભ્યાસીઓએ સ્વયં તૈયાર કરીને સમજી લેવું. બંધ વિગેરેની પેઠે તે યંત્રે વિસ્તાર થવાથી બધા આપીશું નહીં. માત્ર દિગ્ગદર્શન અને આ સાથે આ સંસ્થાના ચાલુ અભ્યાસી વિદ્યાથીએ તૈયાર કરેલું સ્પષ્ટીકરણ વિચારવાથી તેમાં પણ ઘણી મદદ મળશે.
સત્તા વિષે સ્પષ્ટીકરણ
મિથ્યાત્વ ગુણસ્થાનક આ ગુણઠાણુવાળા આત્માઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ૧. અનાદિ મિથ્યાત્વી. ૨. સાદિ મિથ્યાત્વી.
જેઓ મિથ્યાત્વ ગુણસ્થાનકથી અન્ય ગુણસ્થાનકે કદી પણ ગયા ન હોય, તે અનાદિ મિથ્યાવી, તેમાંયે કેટલાક છો આગળના ગુણસ્થાનકે જવાની લાયકાત ધરાવતા હોય છે, અને કેટલાક લાયકાત વગરના હોય છે; તેઓને શાસ્ત્રોમાં અનુક્રમે ભવ્ય અને અભવ્ય કહેલા છે. તેમાં પણ કેટલાક જીવો ત્રસપણું પામ્યા જ નથી અને કેટલાક છો ત્રસપણું પામેલ છે. એમ બે પ્રકારના છે, તેમાં પણ કેટલાક જીવો તે ભવમાં આગામિભવનું આયુષ્ય બાંધેલ, અને નહિ બાંધેલ, એમ બે પ્રકારના હોય છે, તે પૂર્વબદ્ધાયુ અને અબદ્ધાયું ગણ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org