________________
૩૭૮
સત્તામાં સદ્દભાવ સત્તા અને સંભવ સત્તાનું સ્વરૂપ સમજી લેવાથી કાંઈક સરળતા થશે, જેમકે કેટલીક પ્રવૃતિઓ અમુક વખતે સત્તામાં ન હોય પરંતુ ભવિષ્યમાં અવશ્ય સત્તામાં હેવાને સંભવ માનીને તેની સત્તા ગણાવવામાં આવી હોય છે, તે સંભવ સત્તા કહેવાય છે, અને કેટલીક પ્રવૃતિઓની તે કાળે સત્તા હેય છે. તે સદભાવ સત્તા કહેવાય છે. દાખલા તરીકે-નરકાયુષની અને તિય - ચાયુષ્યની સત્તાવાળા ઉપશમશ્રેણી જ ન માંડે, તો ૧૧ મે ગુણઠાણે ૧૪૮ ની સત્તા શી રીતે હોય ? પરંતુ દેવાયું બાંધ્યું કે મનુષ્યા, હેય, તે તેની તે સદ્દભાવ સર ગણુય જ. પરંતુ ઉપરના બે બે આયુષ્યની સભાવ સત્તા ન ગણાય. પરંતુ ૧૧ મે થી પડીને પછી તે આયુષ્ય બાંધનાર હોય, તે અપેક્ષાએ સત્તા ગણાવવાથી સંભવ સત્તા ગણાય છે. સંભવ સત્તા અને સભાવ સત્તામાં પણ પૂર્વબદ્ધાયુ અને અબદ્ધાયુ એવા બે પ્રકાર પડે છે. અને તેમાં પણ નાના–જુદા જુદા અનેક જીવ આશ્રયને, અને એકજીવ આશ્રયિને સત્તાને વિચાર કરવામાં આવ્યો હોય છે. તેમજ ઉપશમણિ, ક્ષપકશ્રેણિને આશ્રયિને પણ વિચાર કરવાને રહે છે. તેમાં પણ અનતાનુબંધીય વિસંજિક અને અવિસંયેજકને આશ્રયને, તેમજ ક્ષાયિક, સાપથમિક અને ઔપશમિક સમ્યક્ત્વને આશ્રયિને વિચાર કરવાનું રહે છે.
વિસંજના કરનાર તે વિસંજક. વિસંયોજન એટલે દર્શનસપ્તકમાંથી અનંતાનુબંધીય ચારને ક્ષય થાય, અને બાકીની ત્રણને ક્ષય ન થયો હોય એટલે મિથ્યાત્વ મેહનીય કર્મ સત્તામાં હોવાથી તેને ઉદય થાય, ત્યારે ફરીથી અનંતાનુબંધીય બંધાય એટલે જે જાતના ક્ષય પછી ફરીથી બંધને સંભવ ઉભો રહે, તેવા ક્ષયનું નામ અહીં વિસંયોજના છે. અને જે ક્ષય થયા પછી ફરીથી ન બંધાય, ક્ષય તે કાયમી ક્ષય, તે ક્ષય કહેવાય છે. આ પ્રમાણે ખાસ કરીને અનંતાનુબંધીય કષાયમાં વિસાજના બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org