________________
૪૦૮
એ પ્રમાણે સંપકને ૯૮, ૯૯, ૧૦, ૧૦૧, ૧૨, ૧૭, ૧૦૪, ૧૫, ૧૦૬, ૧૭, ૧૦૮, ૧૯, ૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૨૫, ૧૨૬, ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૩૪, ૧૩૭ અને ૧૩૮, એમ કુલ પચીશ સત્તાસ્થાન હેય.
તથા અનિવૃતિ ગુણસ્થાને ઉપર કહેલાં (૨૩) ૯૮ થી ૧૩૪, તથા ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૮, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ એમ સાડત્રીશ સત્તાસ્થાને સંભવે છે. ૧૦. સૂમસં૫રાય ગુણસ્થાનક.
આ ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીવાળાને, ઉપરના ગુણસ્થાનકમાં કહેલ ૧૩૩ થી ૧૪૮, એમ ૧૬ સત્તાસ્થાનક હોય, ક્ષપકશ્રેણીવાળને નવમાના અંતે માયા ક્ષય થવાથી જિનનામ અને આહારક ચતુષ્પની સત્તાવંતને ૧૨, જિનનામની સત્તા ન હોય તેને ૧૦૧. આહારક ચતુષ્ક વિના જિનનામની સત્તાવંતને ૯૮ અને જિનનામ તથા આહારક ચતુષ્ક પણ સત્તામાં ન હોય, તેઓને ૯૭ ની સત્તા હેય.
આ ગુણરથાનકના અંતમાં સંજવલન લેભને પણ ક્ષય થાય છે. ત્યારે બારમા ગુણસ્થાનકની શરૂઆત થાય છે.
આ પ્રમાણે દશમા ગુણસ્થાનકે ૯૭, ૯૮, ૧૦૧, ૧૦૨, અને ૧૩૩ થી ૧૪૮ સુધીનાં, એમ કુલ ૨૦ સત્તાસ્થાનક હોય. ક્ષ કોણી કરતો જીવ સીધે બારમે જ જાય. ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાનક.
આ ગુણસ્થાનકે પણ ૧૩૩ થી ૧૪૮ પર્વતના સોળ સત્તા વિકલ્પ હોય, અહીં આવેલે જીવ અવશ્ય પતન પામે છે. ૧૨. ક્ષીણમેહ વીતરાગ ગુણસ્થાનક
દશમાના અંતે સંજ્વલન લેભને ક્ષય થવાથી અનુક્રમે, ૧૦૧, ૧૦૦, ૯૭ અને ૯૬ પ્રકૃતિવાળા ચાર વિકલ્પ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org