________________
૩૮૫
સાદિ મિથ્યાત્વી. જેઓ સમ્યકત્વ પામ્યા બાદ સંકુલિષ્ટ અધ્યવસાયના યોગે પડીને પહેલે ગુણસ્થાને આવેલ હોય, તે સાદિ મિથ્યાત્વી કહેવાય છે.
તેમાં, કેટલાક શ્રેણીથી પતિત અને કેટલાક માત્ર સમ્યકત્વથી પતિત હોય છે. જેઓ સમ્યક્ત્વ પામ્યા બાદ અનંતાનુબંધીની વિયેજના કરી અહીં આવે છે, તેઓને અનંતાનુબંધીની સત્તા હોતી નથી, પરંતુ અહીં તેને બંધ તુરત જ થતો હોવાથી સત્તા પણ હોય છે, તેથી સવ જીવની અપેક્ષાએ પૂર્વબદ્ધાયુવાળાઓને ૧૪૮ની સત્તા હાય.
અબદ્ધાયુવાળાઓને સર્વ જીવની અપેક્ષાએ પણ ૧૪૮ ની સત્તા.
કારણ કે–ચારેય ગતિમાં આયુષ્યના અબધી જ હોય છે. અમુક એક ગતિની અપેક્ષાએ ૧૪૫ની સત્તા હેય. તેને વિશિષ્ટ પ્રકારે વિચાર કરતાં દશ વિભાગ પડશે
૧. જિન નામની સત્તાવાળા : પૂર્વબદ્ધ આયુષ્યવાળા : સાદિ મિથ્યાત્વી ૨. જિન નામની સત્તાવાળા, અબદ્ધાયુષ્યવાળા, સાદિમિથ્યાત્વી. ૩. આહારક ચતુષ્કની સત્તાવાળા, પૂર્વબદ્ધ આયુષ્યવાળા સાદિ મિથ્યાત્વી. ૪. આહારક ચતુષ્કની સત્તાવાળા, અબદ્ધાયુવાળા સાદિ મિથ્યાત્વી. ૫. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાના. પૂર્વબદ્ધાયુવાળા, સાદિ મિથ્યાત્વી. ૬. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાના, અબદ્ધાયુવાળા. સાદિ મિથ્યાત્વી. ૭. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા વિનાના. સમ્યકત્વ મેહનીય ઉલક, પૂર્વબાયુવાળા સાદિ મિથ્યાત્વી ૮. તેજ અબદ્વાયુની સત્તાવાળા. ૯. જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા ક. ભા. ૧ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org