________________
૨૩૮
તેથી ઉપરાંત તેણે જાણેલ ન હોય, એટલે તેનો ઉપયોગ ન કરી શકે, અને તે વિષે કાંઈ પણ કહી ન શકે.
જો કે તેણે જાણેલા તે ૧૦૦) શબ્દોનો ઉપયોગ તેને દરેક વખતે કરવો પડતો નથી. પરંતુ જુદે જુદે વખતે, જુદા જુદા શબ્દનો ઉપયોગ કરે પડે છે. જ્યારે તેને પાણીની જરૂર હોય,
ત્યારે તે ન શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે બાકીના ૯૯ શબ્દોનો તે ઉપયોગ કરતા નથી. તેથી તે ૯૯ શબ્દો તેને આવડતા નથી, એમ નથી. પરંતુ તે ૯૯ શબ્દોનું શક્તિરૂપે તેને જ્ઞાન છે, અને એક સ્ત્રમ્ શબ્દનો તે વખતે તે ઉપયોગ કરે છે, માટે તે વખતે તેને એક જ શબ્દનું ઉપયોગ રૂપ જ્ઞાન પ્રવર્તતું હોય છે.
એટલે-જ્ઞાન બે પ્રકારનું સમજી શકીએ છીએ. લબ્ધિ એટલે શક્તિરૂપ જ્ઞાન અને ઉપયોગ એટલે પ્રવૃત્તિરૂપ જ્ઞાન, જે વસ્તુનું લબ્ધિરૂપ પણ જ્ઞાન નથી હોતું, તેને ઉપયોગ પણ પ્રવર્તતો નથી હોતો. અને જેનો ઉપયોગ પ્રવર્તતે હેય છે, તે શિવાયના જે કેટલાક પદાર્થોને જ્ઞાનનો ઉપયોગ ન પ્રવર્તતે હોય, તો પણ તે વિષેના ઘણા જ્ઞાનો તેને શક્તિ રૂપે હોય છે.
વળી, જે બાળક ૧૦૦) શબ્દો શીખી શક્યો છે, તે કાળે કરીને હજારો શબ્દ શીખી શકે છે, એ ઉપરથી તેને આત્મામાં સવ જાણવાની શક્તિ ભરી છે, એમ અનુમાન કરી શકાય છે. પરંતુ તે બધી શક્તિ કમૅથી આવરાયેલી છે. જેથી કરીને–ખાસ ભણવાને પરિશ્રમ કરવાથી સો શબ્દનું આવરણ તે તોડી શક્યો છે; અનુક્રમે એમ આવરણ તોડ્યા વિના હજારો શબ્દ તેને આવડતા નથી. માત્ર ૧૦૦) શબ્દોના આવરણ તોડ્યા છે, માટે ૧૦૦ શબ્દો તેને આવડે છે. હજાર શબ્દોના જ્ઞાનનું આવરણ તેઓ તો હજાર શબ્દો આવડી શકે છે. તેટલી જ તેની લબ્ધિ-શક્તિ ખીલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org