________________
૩પ૬
ગુણસંક્રમ ચાલે છે. અને મિથ્યાત્વમાંથી મુક્તિના બળે મિત્ર અને સમ્યક્ પુજેમાં વધારે થયે જાય છે.
હવે-ઉપરામસમકિતને એટલે કે અંતરકરણને અંત* દતને વખત પૂરો થવા આવતાં નીચે પ્રમાણેની ઘટનાઓ બને છે.
અંતકરણ પૂરું થાય એટલે પછી તે ઉપશમ સમકિત ટકી શકે જ નહીં, કેમકે તેટલા વખતનું જ મિથ્યાત્વના ઉદયમાં ગાબડું પડયું હતું, પછી તો મિથ્યાત્વને ઉદય પાછો ચાલુ થ જ જોઈએ. પરંતુ સત્તામાંયે મિથ્યાત્વ કેવળ રહ્યું નથી. તેને ત્રણ ભાગમાં વહેંચી નાંખ્યું છે. શુદ્ધ અર્ધ શુદ્ધ અને અશુદ્ધ: એ ત્રણ ભાગમાં મિથ્યાત્વ વહેંચાયું છે.
મિથ્યાત્વને શુદ્ધ થયેલા દલિકનું નામ સમ્યકત્વ મોહનીય છે. અધ શબ્દનું નામ મિશ્ર મોહનીય છે, અને અશુદ્ધનું નામ મિથ્યાત્વ મોહનીય છે. આ વાત યાદ રાખવી.
૧. હવે જે, અંતરકરણ પૂરું થતાં જ સમ્યક્ત્વ મોહનીય કર્મનો પુંજ ઉદયમાં આવે, તો ઉદયમાં આવીને નાશ પામ્ય-ક્ષય પામે જાય. અને બાકીની પ્રકૃતિઓને ઉપશમ રહે છે, એટલે ઉપશમ સમ્યકત્વ પછી ક્ષાપથમિક સમ્યકત્વ થાય છે.
૨ અને જે મિત્ર મોહનીય કર્મને પેજ ઉયમાં આવે તે ઉપશમ સમકિત પછી અંતર્મુદત સુધી મિશ્ર સમકિત થાય છે. અને પછી ક્ષયોપશમ સમકિત કે મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે
૩. જે ત્રીજો એટલે અશુદ્ધ એટલે મિથ્યાત્વ મોહનીય પુંજ ઉદયમાં આવે. તે અંતરકરણ પૂરું થતાં પહેલાં, વધારેમાં વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org