________________
૩૬
રણા પણ વધારે કરે છે. તથા ગુણસંક્રમ કરીને પ્રકૃતિઓના દળીયા ઘણા ઓછા કરી નાંખે છે. અને જે સ્થિતિ બાંધે છે, તે ઘણી જ ઓછી બાંધે છે, જે પહેલાં આટલી ઓછી કઈવાર નહતી બાંધી માટે અપૂર્વ સ્થિતિબંધ કહેવાય છે. આ પાંચ પ્રકારની વિધિનો સૂકમ વિચાર કર્મપ્રકૃતિ વિગેરેમાંથી જાણો કેમકે સૂક્ષ્મ હોવાથી અહીં બતાવેલ નથી. ૯ મું ગુણસ્થાનક
અનિવૃત્તિ ગુણસ્થાનમાં અધ્યવસાય સરખા હોય છે, અને આઠમામાં સરખા નથી હોતા, માટે તે નિવૃત્તિ ગુણસ્થાનકમાં મોહનીયની ઉપશમન કે ક્ષપણું કરતાં કરતાં બીજા અનેક કર્મોની બતાવેલ મ પ્રમાણે ઉપશમના કે ક્ષપણું પણ કરે છે. છેલ્લે સંજવલનના ચાર કષાયો ખપાવતી વખતે અશ્વકર્ણ કરણદ્ધાદિ ત્રણ વિશિષ્ટ પ્રયાસ કરે છે. અને તે માટે કવાયના સ્થૂલ અને સૂક્ષ્મ વિભાગે કરે છે. ૯ મા સુધીમાં ક્રોધ, માન, માયાના સ્થૂલ અને સૂક્ષ્મ ટુકડા ઉપશમાવી કે ખપાવી નાંખે છે. ૧૦ મું ગુણસ્થાનક
માત્ર લેભના સુક્ષ્મ અંશે દશમા ગુણસ્થાનકે ઉદયમાં ચાલુ હોય છે, તેટલા પૂરતું જ એક સમયે કે વધારેમાં વધારે અંતર્મુદતનું દશમું ગુણસ્થાનક હોય છે, માટે તેનું નામ સૂકમ સંપરાય ગુણ સ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકને સ્પર્શનારા પણ બે જાતના જેવો હોય છે, ઉપરામશ્રણ ઉપર અથવા ક્ષપકશ્રેણિ ઉપર ચડતા વિશુદ્ધ અને ઉપશમશ્રેણિથી પડતા સંકલિષ્ટ. ૧૧ મું ગુણસ્થાનક
આ ગુણસ્થાનકમાં મોહનીયકર્મની તે માત્ર ઉપશમના જ હોય છે. અંતમુદત પુરૂં થતાં જ ઉપમ પામેલા કર્મો ઉદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org