________________
૩૬૦
ફળરૂપ છે. અને ૧૪ મું મોક્ષાવસ્થાની તૈયારીની પ્રાથમિક ભૂમિકારૂપ છે. ૮ માથી વિશિષ્ટ યોગી તરીકેની આત્માની અવસ્થા શરૂ થાય છે.
અર્થાત–ઔપશમિક કે ક્ષાવિક ભાવરૂપ વિશિષ્ટ ફળ ઉત્પન્ન કરવા માટે ઉપશમના અને ક્ષપણ કરવી પડે છે.
તે કરવાને પણ ત્રણ કરણ કરવાં પડે છે. યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તેમાંનું યથાપ્રવૃત્તિકરણરૂપ સાતમું ગુણસ્થાનક છે. અને અપૂર્વકરણરૂપ આઠમું ગુણસ્થાનક છે. અને અનિવૃત્તિકરણરૂપ નવમું ગુણસ્થાનક છે. અને કેટલીક અંતરકરણ ક્રિયાઓ નવમા ગુણસ્થાનકના જ સંખ્યાત ભાગ પછી શરૂ થાય છે. એવા ચારિત્ર મેહનીય કર્મની પ્રકૃતિવાર ૨૧ અંતરકરણે થાય છે. અને જ્યારે માત્ર સૂમ લેભના અંશે ઉપશમાવવાના કે ખપાવવાના બાકી રહે છે, ત્યારે તેટલા વખત પૂરતું ૧૦ મું ગુણસ્થાનક કહેવાય છે, પછી ઉપશાંતમોહરૂપ અગિયારમું અને ક્ષીણમેહરૂપ બારમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
આઠમાં ગુણસ્થાનકમાં-ત્રણેય કાળના જેટલા ચડનારા હોય, તે દરેક જીવોના અવસાયો જુદા-જુદા હોય છે. તે પ્રમાણે નવમામાં નથી હોતા, પરંતુ ત્રણેય કાળના છના અમુક સમયમાં અધ્યવસાય સ્થાને સરખા જ હોય છે. પ્રથમના સમય કરતાં પછી પછીના સમયના અધ્યવસાય સ્થાને તે દરેકના વિશે શુદ્ધ હોય છે.
આઠમા ગુણસ્થાનકમાં–ભૂમિકા તૈયાર કરવા માટે–સ્થિતિ ઘાત, સઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ થાય છે. એટલે કે–તેથી કર્મોની સ્થિતિ, રસ અને પ્રદેશે. ઘટાડે છે. નવે બંધ ઓચ્છ કરે છે. અને ગુણશ્રેણું કરીને ઉદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org