________________
૩૫૫
છે, ઉપરની સ્થિતિનાં દળીયાની ઉદીરણાને ઉદીરણું કહેવામાં આવે છે. અને હેઠલી સ્થિતિના દળિયાની ઉદીરણાને આગાલ એવું જુદું નામ આપવામાં આવેલું છે.
૩. એમ કરતાં કરતાં–ઉપરની સ્થિતિ જોગવતા ભોગવતાં–બે ઉદયાવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે. અને એક ઉથાવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા પણ બંધ પડે છે.
છે. માત્ર છેલ્લી ઉદયાવલિકા ચાલુ હોય ત્યારે તે માત્ર મિથ્યાત્વ મોહનીયને ઉદય જ ચાલુ હોય છે, તે વખતે અંતરકરણ કરીને જે દળિયા ઉપરની અને હેઠેની સ્થિતિમાં નાંખીને ઉપશમાવ્યા છે, તેને સત્તામાં જ ત્રણ પુંજ–શુદ્ધઃ અધ શુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પુંજ થવાની શરૂઆત થાય છે.
૫. અને છેલી ઉદયાવલિકા પૂરી થતાંની સાથે જ, અંતકરણ કરવાની ક્રિયા પૂરી થતાંની સાથે જ ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે, કેમકે –તે વખતે ભોગવવા યોગ્ય મિથ્યાત્વના કર્મદલિકને ઉઠાવીને ઉપરની અને હેઠેની સ્થિતિમાં નાંખી, પછી દબાવી– ઉપશમાવી દીધા હતા, એટલે મિથ્યાત્વના ઉદયમાં ગાબડું-આંતરું –અંતર પડી ગયું, જેથી મિથ્યાત્વ મોહનીયને ઉદય ન હોવાથી તેણે જેને દબાવ્યું હતું, તે સમકિતગુણ પ્રગટ થઈ ગયો, પરંતુ તે સમકિતગુણ પ્રગટ થતી વખતે દબાવનાર કર્મોને ક્ષય તે. નથી થયો, પરંતુ ઉપશમ થયો છે, માટે તે સમકિતનું નામ ઉપશમ સમકિત કહેવાય છે.
આ સ્થળે ઘણું જ જાણવા જેવું અને સમજવા જેવું છે, પરંતુ ઘણું સુક્ષ્મ હોવાથી, તે અહીં લખતા નથી. પરંતુ જીજ્ઞાસુએએ કર્મ પ્રકૃતિના ઉપાસના કરણમાંથી જાણી લેવું. - ત્રણ પુંજ થયા પછી, ઉપશાંત હોવા છતાં સત્તામાં પણ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org