________________
૩પ૩
થયે નથી હોતે. માટે તે ગાંઠ ભેદવી જોઈએઃ મિથ્યાત્વને રસ ઓછો થયા વિના સમ્યકત્વ જેવી વિશુદ્ધ અવસ્થા શી રીતે પામી શકાય? માટે ઘણી વાર યથાપ્રવૃત્તિકરણ કરવાથી કાંઈક વિશુદ્ધ થયેલે આત્મા તે રસને પણ ઓછો કરી શકે છે. તેનું નામ ગ્રંથિભેદ કહેવાય છે. તે ગ્રંથિભેદ જે અધ્યવસાયના બળથી થાય છે, તેનું નામ અપૂવકણ કહેવાય છે. અંતમુહૂર્ત કાળ પ્રમાણના અપૂર્વકરણના બળથી રસ ઓછો થવાથી પછી તે કમનું બળ નબળુ પડવા માંડે છે. આ રસની ગાંઠ ભેદવાનું પહેલ વહેલું થવાથી તે કરનાર વિશુદ્ધ અધ્યવસાય રૂપ આત્માના સામર્થનું નામ અપૂર્વકરણ કહેવામાં આવ્યું છે.
અપૂર્વકરણ પૂરું થયા પછી-અંતમુહૂર્ત વખત સુધીનું અનિવાત્તકરણ તરત જ શરૂ થાય છે. તે પૂરૂ થતાં જ ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. તેને વિધિ નીચે પ્રમાણે છે:–
અનિવત્તિકરણને સંખ્યાતમો ભાગ બાકી રહ્યા પછી અંતરકરણની ક્રિયા શરૂ થાય છે. અને એ અંતરકરણની ક્રિયા પૂરી થતાં જ અંતરકરણને પહેલે સમયે ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે, તે આ રીતે
અનિવૃત્તિ કરણના સંખ્યાના ભાગે વ્યતીત થયા પછી, એક સંખ્યાત છેલ્લે ભાગ બાકી રહે, ત્યારે અનિવૃત્તિ કરણમાં જ રહેલે આત્મા–એટલે સંખ્યાતમો ભાગ છેડીને તેની પછીના જે અંતમુહૂર્ત સુધીમાં મિથ્યાત્વ મેહનીય કર્મના પુગલે ઉદયમાં આવવાના છે, તેને ઉપશમાવવા માટે–ગાબડું પાડવા માટે- તરકરણ કરે છે. એટલે સ્વાભાવિક રીતે જ મિથ્યાત્વના ત્રણ ભાગ પડી જાય છે.
૧. છેલ્લા સંખ્યામાં ભાગ વખતે અને અંતરકરણ પહેલાં કભા.૧-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org