________________
૩૫૭
છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યક્ત્વ રહે છે. અને પછી મિથ્યાત્વ ગુણઠાણું પ્રાપ્ત થાય છે.
અહીં મતાંતરે ઘણું છે. “પહેલું ક્ષયોપશમ સમકિત થાય” એ મત છે. “અપૂર્વકરણ વખતે જ ઉપશમસમકિત થાય એ પણ મત છે,” “ઉપશમસમક્તિ પછી ત્રીજે અશુદ્ધ પુંજ જ ઉદયમાં આવે, અને સાસ્વાદન જ થાય અને પછી મિથ્યા જાય” વિગેરે મતાન્તરે વિશેષ ગ્રંથમાંથી જાણવા.
સમકિત મોહનીયને પુજ ઉદયમાં હોય, ત્યારે લાપશમિક હાય, પરંતુ સંક્રમણ થતાં થતાં મિથ્યાત્વનાં મિત્રમાં, અને મિત્રમાંથી સમ્યક્ત્વમાં આવીને તે ક્ષય થઈ જાય, ત્યારે સમતિ મેહનયના ઉદયાવલિકામાં પ્રવિષ્ટ છેલ્લા દળના વદન વખતે વેદકસમકિત હોય. કેમકે તે વખતે કઈ પણ કર્મ ઉપશમતાં નથી, તેમ જ વેદાઇને તદ્દન ય પણ પામ્યું નથી. પરંતુ, અલ્પ પણ વેદાય છે. માટે એક સમયનું વેદક સમ્યક્ત્વ ગણાય છે.
એ વેદાઈ ગયા પછી, તુરત જ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે, કેમકે-દર્શન મેહનીયના તમામ કર્મોને. તદન ક્ષય થયા પછી જ તે ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે સમ્યવોની ઉત્પત્તિનું ટુંક સ્વરૂપ બીજા કર્મગ્રંથની શરૂઆતમાં સમજવું ખાસ જરૂરી છે, તેથી ટુંકામાં સમજાયું છે.
૩ જું ગુણસ્થાનક–
મદન કેન્દ્ર--મીણે ચડાવે તેવા છડેલા કોદ્રા. ત્રીજે ગુણ સ્થાનકે જન્મ-મરણ ન થાય. નવું આયુષ્ય ન બંધાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org