________________
૨૪૩
તો સાકારપણે જ પ્રવર્તે છે. એટલે તેનું દર્શન હોઈ શકતું નથી. માત્ર શ્રતજ્ઞાનની લબ્ધિ અને તેને સાકારે પગઃ એ બનેય હોય છે. તે બનેયને સંગ્રહ કૃતજ્ઞાન શબ્દથી કરવામાં આવેલો છે. હવે શક્તિ સંપન્ન યોગીઓમાં–જેઓને ઈદ્રિયની મદદ વિના જ સાક્ષાત્ આત્માથી અમુક રૂપી પદાર્થોનું સાકારજ્ઞાન થાય છે, તે જ વખતે બીજા અનેક અ૫ પ્રજનવાળા રૂપી પદાર્થોનું નિરાકાર જ્ઞાન હોય છે. અથવા જેનું સાકારજ્ઞાન થયું હોય, તે પદાર્થનું પણ સાકાર થતાં પહેલાં નિરાકાર જ્ઞાન થઈ જાય તો પણ એ બનેય અવધિજ્ઞાનના જ્ઞાનમાત્રા જ છે. છતાં નિરાકારતા પૂરતું તેનું નામ અવધિદર્શનોપયોગ અને સાકાર અંશનું નામ અવધિજ્ઞાનપગ પરિભાષામાં આપેલ છે. સાકારો પગનું મૂળ અવધિજ્ઞાન લબ્ધિ અને નિરાકારો પગનું મૂળ અવધિદર્શન લબ્ધિ સમજવી. અવધિજ્ઞાન-દર્શન અને તે બનેયના ઉપયોગ, એમ એ યારેય અવવિજ્ઞાન શબ્દમાં સમાવેશ પામે છે.
જે ગીઓને બીજાના મનના વિચારે સમજવાની શક્તિ પ્રગટ થાય છે, તે શક્તિને પણ એક રીતે અવધિજ્ઞાનને એક વિશિષ્ટ વિભાગ કહીએ તો ચાલે. એટલે કે મનના અણુઓ પણ રૂપી દ્રવ્યો છે, અને અવધિજ્ઞાની જાણ શકે છે, પરંતુ મનના અણુનું મન બન્યા પછી વિચાર કરતી વખતે જુદા જુદા થયેલા તેના આકારને
ધ્યાનમાં લીધા પછી તેના ઉપરથી અ૫ કે વધારે અનુમાન કરી વિચારમાં વિચારાતાં પદાર્થોને સમજી લેવાને જુમતિ રૂપ મનઃપર્યવ અને વિપુલમતિ રૂપ મન:પર્યવ જ્ઞાન સાકાર જ હોય છે. કેમકે અ૫ અનુમાન શક્તિ પણ એક જાતને આકાર છે, અને વિશેષ અનુમાનશક્તિ પણ એક જાતને આકાર છે. એટલે તેના એ અંશમાં નિરાકાર ઉપગ પ્રવર્તતો ન હોવાથી તેનું દર્શન પ્રવર્તતું નથી. મનના પરમાણુઓનું મન બન્યા પછી, તેની વિચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org