________________
૨૬૨
વસ્તુના પ્રતિબિમ્બ મારફત તે વસ્તુને જાણે છે. પરંતુ વસ્તુ કે તેના સ્કન્ધા આંખને અડકતા નથી. કદાચ કોઈ ચીજ ના અડકતી હેય, તે આંખ તેને જાણી શકતી નથી. આ નિયમ સમજે.
તે જ પ્રમાણે હૃદયના ધબકારાની અસર સિંહના કાન દ્વારા તેના આત્મા સુધી પહોંચવા છતાં, અને તે જ વખતે જ્ઞાન પ્રવત્યુ —વ્યંજનાવગ્રહો પગ થયો હોવા છતાં. “તે કઈ જાતનું જ્ઞાન છે ?” તે સિંહ જાણી શકતો નથી. અને માણસને મરેલે માનીને તે ચાલ્યો જાય છે. - જ્ઞાન એટલું બધું ચંચળ છે, કે-એક અણુ પણ તેની સામે આવે, તો તે જાણવા પ્રયત્ન કર્યા વિના રહેતું જ નથી. તે પછી હૃદયના કેટલાયે બધા ધબકારાના, તથા ભાષાવર્ગણના અનંત કો આવવા છતાં, કાન સાથે સ્પર્શવા છતાં, કેમ ન જાણી શકે ? જાણી તે શકે છે. પરંતુ બહુ જ અ૫ જાણી શકે છે; તેથી જ્ઞાન વ્યવહાર્યા થઈ શકતું નથી.
હવે, જે સિંહને કાને જાણી શકાય તેવો અવાજ અથડાય, તે તે પંજો ઉચક્યા વિના રહે જ નહીં. કેમકે-“માણસ જીવતો છે.' એવી તેને ખાત્રી થાય, તે “પંજો ઉચકવાનું કામ કરવાનું છે.” એટલે ઉચકવાના કામમાં પ્રેરક થાય તેટલે જરાક અવાજ સંભળાય કે તુરત પંજો ઉચકે છે, બસ એવો અવાજ તે શબ્દરૂપ અથ થયો ગણાય છે. પરંતુ પંજો ઉચક્યા વિના સિંહને ચાલ્યા જવાની પ્રેરણા થાય છે, ત્યાં સુધી અવાજે વ્યંજનરૂપ શબદ વિષય કહેવાય છે.
૧ વસ્તુ હોવા છતાં બરાબર ધ્યાનમાં ન આવે, તેવી સ્થિતિનું જ્ઞાન અને તે વસ્તુ ધ્યાનમાં આવે તેવી સ્થિતિનું જ્ઞાન. આવી બે સ્થિતિઓ ઘણી વાર આપણને દરેકને થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org