________________
૨૬૬
શબ્દ લખે છે. અને “તે ખરે છે ?” એમ આંખથી જોતાંની સાથે જ મન નકકી કરી લે છે. આટલા ટુંકા વખતમાં મન, ઈદ્રિય જ્ઞાનતંતુઓ, બહારની અને અંદરની ઈન્દ્રિ, વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણું, વાસના, સ્મૃતિ, વિગેરે કંઈક પ્રકારના જ્ઞાન પ્રવર્તાવાથી મહાવીર શબ્દ પાટી ઉપર લખી શકાય છે. પરંતુ તેમાં મને કેટલી વાર જોડાય છે? કઈ કઈ ઇન્દ્રિયોના અવગ્રહાદિક પ્રવર્તે છે ? નાના મોટા કયા જ્ઞાન થાય છેપપર કેવી રીતે જોડાય છે ? કેટલી જાતના સ્મરણો થાય છે ? એ વિગેરે એટલા બધા અને સૂક્ષ્મ પ્રવર્તે છે, કે આપણે તેનું પૃથકકરણ કરી શકતા નથી. એટલે જ્ઞાનના પ્રવર્તાને કેટલા બધા સૂમ છે ? અને તેમાં મદદ કરનારા બાહ્ય અને અંદરની ઇન્દ્રિ, જ્ઞાનતંતુઓ, મન વિગેરેની ક્રિયાઓ કેટલી સૂકમ છે ? તેમજ તે દરેકના જોડાણે કેવી રીતે થાય છે ? તથા દરેક પિતપિતાનું કામ સરળતાથી ઝપાટાબંધ અને ગુંચવાડા વિના કેવી રીતે કરી શકતા હશે ? આપણે તે જાણી શકતા નથી. એ બધી યાંત્રિક ગોઠવણે કેવી વિચિત્ર હશે ? વક્તા વ્યાખ્યાન સડસડાટ સંભળાવ્યે જાય, શ્રોતાઓ સાંભળ્યું જાય, અને તેનાથી થતી વિવિધ લાગણીઓ અનુભવ્યું જાય, ક્ષણવાર હસે, રૂવે, ક્રોધમાં આવે, આશ્ચર્ય પામે, કંટાળે રસમાં તલ્લીન થાય, આ બધી હીલચાલ વખતે અંદર કેવા કેવા આંદલને ચાલતા હશે ? તે જ્ઞાની સિવાય કોઈ પણ કહી શકે નહીં. આ બધે સૂમ વિચાર વ્યવસ્થિત રીતે અને તે પણ યોગ્ય પારિભાષિક શબ્દો સાથે જૈન શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે, તેવો આજ સુધી બીજા કોઈએ કરેલો નથી. એટલે મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાન ન થાય તો પછી, વ્યવહાર આભા કરી શકે જ નહીં.
આમાં એટલું વિશેષ સમજવાનું છે કે–બધા શ્રેતા સરખી રીતે સાંભળી કે સમજી શકતા નથી. જેની જેવી શક્તિ, તે પ્રમાણે તે સમજી શકે છે. એટલે શ્રોતાઓને પણ બહુ બહુ વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org