________________
ર૭૦
શ્રુતજ્ઞાનમતિના આવા નાના છ
શાન થયા પછી વાર્થ અને વાચક સંબંધપૂર્વક જે જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય છે,
જગતમાં અનંત પદાર્થો છે, પરંતુ તે દરેકના શબ્દો હોતા નથી. અભિલા પ્ય=એટલે શબ્દોવાળા પદાર્થો. અને શબ્દો વગરના પદાર્થો જેને માટે જગતમાં કેઈ શબ્દ જ નથી હોતા, તે અનભિલાય પદાર્થો કહેવાય છે. અર્થાત્ સર્વ પદાર્થોને અને તમે ભાગ જ અભિલાય શબ્દથી બેલી શકાય તેવો છે. એટલે મતિજ્ઞાન થવા છતાં જેના શબ્દો હોય, કે આપણે જાણતા હોઈએ, તેનું જ શ્રુતજ્ઞાન થઈ શકે છે. વળી, અભિલાને પણ અનંતમો ભાગ જ દ્વાદશાંગીમાં ગૂંથેલે છે. અર્થાત્ જેટલાનું મતિજ્ઞાન થાય તે સર્વ વસ્તુઓનું શ્રુતજ્ઞાન થાય છે. માટે, સર્વ વસ્તુઓનું શ્રુતજ્ઞાન થાય જ, એમ નથી. એટલે શ્રુતજ્ઞાન મતિજ્ઞાન થયા પછી જ થાય છે. મતિજ્ઞાન જેનું થાય, તેનું જ શ્રુતજ્ઞાન થાય છે. આ પ્રમાણે દરેક પ્રાણીમાત્ર પોતપોતાની જીવનવ્યવહારની જરૂરી ચીજો ઓળખી લે છે. એટલે તેમને અતિ પછી શ્રુત થાય છે. જેમકે– કીડી સામે ગોળ મૂકી રાખીએ ત્યારે ગોળના રસના કે ગંધના અણુઓ એ કીડીના મોંમાં કે નાકમાં પેસતાં જ તેનું મતિજ્ઞાન તેને થઈ જાય છે. પરંતુ તે ગોળનું નામ જાણતી નથી. છતાં તે મારે ખાવાલાયક ચીજ છે. એવો ઘ–સામાન્ય નિર્ણય કરીને તેના તરક દેડી આવે છે. “મારે ખાવાલાયક ચીજ છે.” એવું જે ભાન તેને થાય છે, તે શ્રુતજ્ઞાન છે. તે જ પ્રમાણે કીડી ચાલી જતી હોય, અને તેની સામે સળગતો અંગાર ધરી રાખીએ, તે તુરત તે પાછી ફરી જશે. કેમકે–અગ્નિને ઉષ્ણુ સ્પર્શ તેના શરીરે અડતાં જ તેને ગરમીનું મતિજ્ઞાન થઈ જાય છે. અને મને હરકત કરનાર છે.” એમ શ્રુતજ્ઞાન થતાં જ તે નાસવા માંડે છે.
એ જ પ્રમાણે ઝાડ પાણી અને ખાતરમાંથી પિતાને જરૂરી રસકસ સ્પર્શ થતાંની સાથે જ ચૂસવા લાગે છે, તે એમ સમજીને કે “આ વસ્તુઓ અમારે કામની છે !” સમજીને તે લે છે, અને
થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org