________________
૨૭
નકામી વસ્તુઓ થી દૂર રહે છે. એટલે સુમમાં સૂક્ષ્મ પ્રાણીને મતિ અને શ્રુતજ્ઞાન થાય છે. જેનું મતિજ્ઞાન થાય, તેનું જે શ્રુતજ્ઞાન ન થાય, તો તેમાં તે પ્રાણુની પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન થાય. પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે, માટે જ મતિ અને શ્રુતજ્ઞાન થાય છે, એમ અનુમાનથી સાબિત થાય છે.
આ પ્રમાણે તીર્થંકર પરમાત્માએ પોતાના કેવલજ્ઞાનથી લોકલેકની ત્રણ કાળની સર્વ વસ્તુઓનું જ્ઞાન કરે છે. તે જ્ઞાન એક સમયે સમગ્ર વસ્તુઓનું જ્ઞાન કરે છે. પરંતુ પ્રસંગાનુરૂપ પ્રશ્નથી કે જિજ્ઞાસુઓના સાક્ષાત્ પ્રશ્નો થવાથી જવાબરૂપે, ઉપદેશરૂપે અને ખુલાસારૂપે જે બોલે, તે વાકળ્યો ગણધર ભગવંતે સાંભળે છે. શબ્દ સાંભળતાં જ–તે શબ્દનું મતિજ્ઞાન થતાં જ તેઓની બીજ-બુદ્ધિ અનુસાર–પ્રભુજીના કથનનો ભાવાર્થ સમજી જાય છે. એટલે કે તેમને તે શબ્દ ઉપરથી શ્રુતજ્ઞાન થાય છે.
તે શ્રુતજ્ઞાન થવા ઉપરથી સૂત્રો રચે છે, તે સૂત્રો રચાય છે. તે સૂત્રો સાથે સંબંધ ધરાવતા તદનુસાર પંચાંગી અને પ્રકીર્ણક ગ્રંથ રચાય છે. તે સર્વ પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. એટલે કે-જે શ્રુતજ્ઞાન એટલે તીર્થંકર પ્રભુને મોક્ષલક્ષી ઉપદેશ શ્રુત થયા–સાંભ
વ્યા પછી થયેલા શ્રુતજ્ઞાન ઉપરથી રચાયેલા શાસ્ત્રો પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. અને તે પણ સીધુ યા આડકતરું મોક્ષલક્ષી હોવાથી સમ્યફથુત અથવા શ્રુતજ્ઞાન કહેવાય છે. અને બીજું જે મોક્ષલક્ષી ન હોય, તથા મોક્ષલક્ષી હોવામાં ખામીવાળું હોય, તે સર્વ શ્રુતજ્ઞાન હોવા છતાં કૃત અજ્ઞાન કહેવાય છે. અર્થાત સમ્યગ્ગદર્શન સહકૃત મતિ-શ્રુતજ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેવાય છે, અને મિથ્યાત્વોદય સહકૃત હોય, તે તે બનેય અજ્ઞાન કહેવાય છે. પરંતુ સ્વરૂપથી તે બન્નેય દરેક જીવોને મતિ અને વ્યુત બોધરૂપ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org