________________
૩૪૪
બંધથી અને સંક્રમથી પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું ગણાય. એટલે મનુષ્યગતિ નામકર્મની એકની સત્તા ગણાય.
તથા-મિથ્યાત્વ મોહનીયે બંધથી સત્તા પ્રાપ્ત કરી હોવા છતાં તેમાંથી રસ ઓછો થઈ જવાથી તેના અર્ધ રસવાળા અને નીરસ પ્રાયઃ એમ બે ભાગ પડવાથી બંધ ન થવા છતાં મિશ્રમહનીય અને સમ્યકત્વ મોહનીયની સત્તા માનવામાં આવે છે. કેમકે–એ બે પ્રકૃતિઓએ બંધ વિના પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરીને પિતાની વિદ્યમાનતા સિદ્ધ કરી સત્તા પ્રાપ્ત કરી છે.
-
ગાથા ૨ જી
ચૌદ ગુણસ્થાનકે. આ ગાથામાં ૧૪ ગુણસ્થાનકનાં નામ આપવામાં આવ્યાં છે. અને વિવેચનમાં તેનું ટૂંકામાં સ્વરૂપ સમજાવ્યું છે.
ગુણસ્થાનકેની વ્યવસ્થા જગતમાં અનંત જીવો છે. તે દરેક છ એક સરખા જોવામાં આવતા નથી. ઈદ્રિના વિભાગથી, વેદના વિભાગથી, જ્ઞાનશક્તિ, ઉપયોગ શકિત, લેસ્યા વિગેરેથી, જુદી જુદી રીતે શાસ્ત્રમાં જીવોના ભેદો પાડી બતાવ્યા છે. અને જગતમાં દેખાય પણ છે. આ પરંતુ, આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિથી જે ભાગ પાડવામાં આવ્યા છે, તે આ ગુણસ્થાનકેની વ્યવસ્થાથી બરાબર વ્યવસ્થિત સમજાવી શકાય છે.
૧સામાન્ય રીતે-જીવના ૧ મિથ્યાત્વી અને ૨. સમ્યક્ત્વ ઘારીઃ એ બે પ્રકારો પાડવામાં આવે છે, એટલે કે-કેટલાક છે ગાઢ અજ્ઞાન અને વિરૂદ્ધ સમજના હોય છે. કેટલાક સમજદાર એટલે યોગ્ય લક્ષ્ય અને આદશને અનુસરીને જીવન ચલાવતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org